જિલ્લા પંચાયતની બાંધકામ સાઇટ પરથી ચોરી કરનાર કુબલીયાપરાનું દંપતી ઝડપાયું
જિલ્લા પંચાયતની બાંધકામ સાઇટ પરથી ચોરી કરનાર કુબલીયાપરાનું દંપતી ઝડપાયું
April 04, 2026 04:15 PM
જિલ્લા પંચાયતની બાંધકામ સાઈટ પરથી દાગીના અને રોકડની ચોરી કરનાર કુબલીયાપરાના દંપતીને એ.ડિવિઝન પોલીસે ઝડપી લઇ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે દંપતી પાસેથી પકડી પાડી .૧.૦૫ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. બનાવ અંગે જિલ્લા પંચાયતની બાંધકામ સાઈટ પર રહેતાં આશાબેન જીણાભાઈ રાવત (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી જિલ્લા પંચાયત બિલ્ડિંગ તોડવાનુ કામ ચાલુ હોય ત્યા કામ કરતી હતી અને હાલ મનહર પ્લોટ ૭ મા નવી સાઇટ ચાલુ થયેલ હોય ત્યા મજુરીકામ કરે છે. ગઇ તા.૨૨ ના સવારના આઠ વાગ્યાની આસપાસ તેણી અને તેના પતિ જીણાભાઈ બન્ને ઘરને તાળુ મારી મનહર પ્લોટ ૦૭ મા કામ કરવા માટે ગયેલ હતા. બાદમાં મકાનમાંથી ચાંદીના સાકળા એક જોડી, ચાંદીનું મંગલ સુત્ર અને રોકડ . ૪૦ હજાર મળી કુલ .૮૦ હજારનો મુદામાલ જોવા ન મળતા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટાની ફરીયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવને લઇ એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી.વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ સાગર માવદીયા, કનુ બસીયા અને કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખાને મળેલ બાતમીના આધારે કંસારા બજાર પાસેથી એક દંપતીને શંકાસ્પદ હાલતમાં પકડી બન્ને પાસે રહેલ થેલીમાથી ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવતા બન્નેની પુછપરછ કરતા ચોરીથી મેળવેલ હોવાનુ જણાતા મુદામાલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી આરોપી અનીલ કલા સોલકી (ઉ.વ.૩૪) અને શોભનાબેન અનીલ સોલકી (ઉ.વ.૩૩ રહે. કુબલીયાપરા ચંદ્રીકાપાન વાળી શેરી મચ્છી ચોક) ની અટક કરી પ્ર. નગર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનો ગુનો ડિટેકટ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ .૧.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.