BREAKING NEWS

એલસીબીએ ગોંડલ પાસેથી ફરાર બુટલેગરને ૨૦ લાખના દારૂ–ટ્રક સાથે પકડી પાડયો

  • August 17, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન  ભાયાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને અદાલત દ્રારા ફરાર જાહેર કરાયેલા નામચીન આરોપી જયેશ સરેણાને ૧૫૪૮ બોટલ વિદેશી દા અને ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ રાય અને પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન  એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે, ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં બીએનએસએસ કલમ ૭૨ મુજબ ફરાર જાહેર કરાયેલ આરોપી જયેશ માધાભાઈ સરેણા પોતાના કબજાના ટ્રક (રજિ.નં.જીજે–૦૧–એફટી–૩૧૨૯)માં ભારતીય બનાવટનો વિદેશી દા લઈને નીકળનાર છે. બાતમીના આધારે એલસીબી ટીમે ગોંડલ તાલુકાના ભડી ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી આરોપીને તેના સાગરીત સાથે ઝડપી લીધો હતો.
પોલીસે આ દરોડા દરમિયાન રૂા. ૪,૮૭,૨૯૬.ની કિંમત ની અલગ–અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દાની ૧,૫૪૮ બોટલ જ કરી  ઉપરાંત રૂા.૧૫,૦૦,૦૦૦ની કિંમતનો એક ટ્રક અને રૂા.૧૧,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૧૯,૯૮,૨૯૬નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ દરોડામાં પોલીસે મધુરમ વિસ્તાર (મૂળ રહે. પાદરિયા, તા.જી. જૂનાગઢ)ના જયેશ માધાભાઈ સરેણા અને અમરાપુર પ્લોટ વિસ્તાર (તા. માળિયા હાટીના, જી. જૂનાગઢ)ના પ્રવીણ ઉર્ફે પવલો ધનાભાઈ કારેણાની ધરપકડ કરી છે. યારે મધ્યપ્રદેશના ખંડવા (ઉદયગઢ)થી દાનો જથ્થો મોકલનાર વીરજન અને જૂનાગઢના કેશોદ (પ્રાંસલી) ખાતે દાનો જથ્થો મંગાવનાર રાહત્પલને વોન્ટેડ જાહેર કરી તેમની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલ મુખ્ય આરોપી જયેશ સરેણાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં છેલ્લ ા ૧ વર્ષથી ફરાર હતો. આ ઉપરાંત તેની સામે પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૨(૨) અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૯૨(૨) મુજબ ગુના નોંધાયેલા છે. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application