BREAKING NEWS

ઉપલેટાના ગાંધીચોકમાં દારૂ ભરેલી કાર સાથે બે શખસોને ઝડપી લેતી એલસીબી

  • November 13, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઉપલેટામાં ગાંધીચોક પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.કારમાંથી ૧.૨૯ લાખની કિંમતનો ૪૭૦ બોટલ દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ.૪.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બેલડીએ મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લાવ્યાની કબુલાત આપી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારના કેસ શોધી કાઢવાની આપેલ સુચનાના પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા અને હરેશભાઈ પરમારને ઉપલેટાના ગાંધીચોક પાસે એક દારૂ ભરેલ કાર ઉભી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ટીમે દરોડો પાડી કારમાં રહેલ બે શખસોની પુછતાછ કરતા તેના નામ ઈમરાન ઈકબાલ લાખાણી (રહે. જેતપુર નવાગઢ ગેસ ગોડાઉન પાસે) અને નવાઝ આસીફ કુરેશી (રહે. સ્મશાન રોડ રસુલપરા, ઉપલેટા) હોવાનું માલુમ પડયું હતું. પોલીસે કારમાંથી રૂ.૧.૨૯ લાખનો ૪૭૦ બોટલ દારૂ અને કાર, મોબાઈલ મળી કુલ રૂ.૪.૪૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, બંને શખસો મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લાવ્યાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application