રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ,બે વાહન અને મોબાઇલ સહિત .૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જયારે ધોરાજી તાલુકા પોલીસે સુપેડી ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને અને ભાયાવદર પોલીસે ત્રણ મહિલા સહિત ચારને ઝડપી લીધા હતાં.
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ધોરાજી શહેર વિસ્તારમાં ભાવેશભાઈ બાબુભાઈ જગાણી (રહે. ધોરાજી કોલેજ પાસે) જુના ઉપલેટા રોડ પર આવેલા પોતાના પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે અહીં દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા કારખાનેદાર ભાવેશ બાબુભાઈ જાગાણી તથા પરેશ લાલજીભાઈ બેરા, નરેશ ગોવર્ધનભાઈ સંભવાણી, સંજય હરસુખભાઈ ગોટેચા, વિનોદ લાલજીભાઈ બેરા અને પ્રફુલ નરશીભાઇ ગૌતમી સહિત છ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૭૦,૦૦૦ તથા છ મોબાઈલ ફોન બે વાહન સહિત કુલ પિયા ૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
યારે ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે સુપેડી ગામે ચામુંડા ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં નિલેશ મોહનભાઈ રોજાસરા, કમલેશ રણછોડભાઈ જમોડ, લખમણ નારણભાઈ બરેજા, સંજય નારણભાઈ રોજાસરા, મુકેશ મોહનભાઈ રોજાસરા, ભાવેશ કેશુભાઈ ડાભી અને રમેશ મોહનભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૬,૧૬૦ કબજે કર્યા હતા
જુગારના અન્ય દરોડામાં ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચારને ઝડપી લીધા હતા. જેમાં રજીયાબેન આમદભાઈ ઠેબા, ઇલાબેન વિઠ્ઠલભાઈ અઘેરા, મનિષાબેન સંજયભાઈ મોરવાડિયા અને મેહત્પલ બાબુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૮,૩૯૦ કબજે કર્યા હતા.