જેતપુર :- રાજકોટ રૂરલ એલસીબી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે બોરડી સમઢીયાળા ગામે દરોડો પાડતા એક રહેણાંક મકાનમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૭૨૮ બોટલો જેની કુલ કિંમત રૂ. ૨,૯૯,૫૨૦નો મળી આવ્યો હતો. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે અંગ્રેજી દારૂ ઉતર્યો હોવાની રાજકોટ રૂરલ એલસીબીને બાતમી મળતા એલસીબીએ કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયાના રહેણાંક મકાનમાં રેડ કરતા જુદીજુદી બ્રાન્ડના અંગ્રેજી દારૂની ૧૭૨૮ બોટલો જેની કુલ કિંમત રૂ. ૨,૯૯,૫૨૦નો દારૂ મળી આવ્યો હતો. આરોપી કુલદીપ ઉર્ફે કેતન અગાઉ પણ જેતપુર સિટી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કુલ ૬ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ રેડ દરમિયાન આરોપી મળી ન આવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.