BREAKING NEWS

બાબરા નજીકથી તુફાનમાં લઈ જવાતો ૬૨૪ બોટલ દારૂ ઝડપી લેતી એલસીબી

  • April 27, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ બાબરાના ભીલા ગામથી વાંડળીયા જવાના રસ્તેથી પૂર્વ બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે દા ભરેલી તુફાન સાથે એમપીના ચાલકને ઝડપી લઇ ..૪,૧૧,૦૮૦નો મુદામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા ચાલકની પુછપરછ કરતા આ દા બગસરાના રણજીત ઉર્ફે રણુ મનુભાઇ વાળા (રહે.શીલાણા તા.બગસરા)એ મગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રણજિત સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા વિગત મુજબ અમરેલી એલસીબીની ટીમ સ્થાનિક સ્વરાયની ચૂંટણીને અનુલક્ષીને બાબરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોકક્કસ બાતમી મળી હતી કે, બાબરાના ભીલા ગામથી વાંડળીયા જવાના રસ્તે આવેલી વાડીમાં એમપી–૪૪–બીસી–૧૫૩૮ નંબરની તુફાનમાં વિદેશી દાની હેરફેર કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે દરોડો પાડી તુફાન ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ ઇડા જુવાનસિંહ માવી ( રહે.ઝીરાન,અલીરાજપુર,મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તુફાનની તલાસી લેતા સ્પીકરના ચોર ખાનામાં છુપાવેલા દાના ચપટા ૬૨૪ જેટલા મળી આવતા ચાલકની અટકાયત કરી તુફાન મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી શખ્સની આકરી પુછપરછ કરતા આ દા શેલણા ગામે રણજિત ઉર્ફે રણુ મનુભાઈ વાળાને આપવાનો હોવાની કબૂલાત આપતા બંને સામે બાબરા પોલીસમાં ગુનો નોંધાવી રણજિત ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application