રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાવા જઈ રહેલા લોકમેળામાં એલ.ઈ.ડી. સ્કીન પર જાહેરાતના પ્રસારણ માટે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટર તથા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટમાં ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશદ્વાર ઉપર ચાર, મેળાની અંદર લાઈટ અને સાઉન્ડ ટાવર-૩૫ તેમજ વોચ ટાવર-૧૪ ઉપર એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા માગતી વ્યક્તિઓ,પેઢીઓ, કંપનીઓ, જાહેરાત એજન્સી પાસેથી ટેન્ડર મગાવવામાં આવે છે.
રસ ધરાવતી પાર્ટીઓ પાંચમી ઓગસ્ટથી ૧૩મી ઓગસ્ટ સુધી કચેરીના સમય દરમિયાન નિયત ટેન્ડર ફીની રકમ રૂ.૨૦૦૦- ભરીને મેળવી શકશે. ટેન્ડર બીડની તમામ વિગતો પ્રાંત કચેરી પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧ ખાતેથી મળી રહેશે. ભાવો સીલબંધ કવરમાં ૧૩મી ઓગસ્ટના રોજ સાંજે ૧૮ કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સીલબંધ કવર પર ‘‘લોકમેળામાં જાહેરાતનું ટેન્ડર’’ એમ લખવાનું રહેશે. તા.૧૪મી ઓગસ્ટે બપોરે ૧૨ કલાકે આ કચેરી ખાતે ભાવો ખોલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech