BREAKING NEWS

મનપાની નમૂનાબાજી બહુ થઇ, હવે ફૂડ સેમ્પલના લેબ રિપોર્ટ ક્યારે જાહેર થશે ?

  • October 04, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ગણેશ ચતુર્થીથી આજ સુધીમાં મિઠાઈ અને ફરસાણના ૨૦૦થી વધુ સેમ્પલ લઇ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પરંતુ આજ દિવસ સુધીમાં તેમાં ભેળસેળ હતી કે કેમ ? તે અંગેનો રિપોર્ટ આવ્યો નથી. ફૂડ બ્રાન્ચ સેમ્પલ લેવામાં જેટલો ઉત્સાહ દાખવે છે તેટલો ઉત્સાહ સેમ્પલના રિપોર્ટનું ફોલો અપ લેવામાં કે રિપોર્ટ લોકો સમક્ષ જાહેર કરવામાં દાખવતી નથી તે વાસ્તવિકતા છે. રાજકોટ શહેરમાં લાખો કિલો ફરસાણ અને મીઠાઈ લોકો પેટમાં પધરાવી દેશે ત્યારબાદ રિપોર્ટ આવે તો પણ જન આરોગ્યને તેનો કોઈ જ ફાયદો થશે નહીં.

દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દશેરાના તહેવારને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારમાં આવેલ મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓના ૪૪ એકમો તપાસવામાં આવેલ. તેમજ નવ ધંધાર્થીઓને મીઠાઇના જથ્થા પર યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી તથા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મીઠાઇ તથા ફરસાણના કુલ ૩૬ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (૧) પિસ્તા લાડુનું સેમ્પલ સ્થળ -અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ ખાતેથી (૨) મલાઈ કેકનું સેમ્પલ સ્થળ -ક્રિષ્ના જાંબુ, વાણિયાવાડી મેઇન રોડ, બોલબાલા માર્ગ ખાતેથી (૩) કાજુ કતરીનું સેમ્પલ સ્થળ -વૃંદાવન ડેરી ફાર્મ, ભક્તિનગર ચોક (૪) ધારીનું સેમ્પલ સ્થળ -વૃંદાવન ડેરી ફાર્મ, ભક્તિનગર ચોક (૫) ટીકડી સાટાનું સેમ્પલ સ્થળ -ભગવતી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ ખાતેથી (૬) તીખી પાપડી ગાંઠિયાનું સેમ્પલ સ્થળ -ભગવતી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ ખાતેથી (૭) જલેબીનું સેમ્પલ સ્થળ -બાલાજી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ ખાતેથી (૮) તીખી પાપડીનું સેમ્પલ સ્થળ - બાલાજી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ ખાતેથી (૯) મીઠા સાટાનું સેમ્પલ સ્થળ -જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ, પેડક રોડ ખાતેથી (૧૦) પકવાન ફરસાણનું સેમ્પલ સ્થળ -જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ, પેડક રોડ ખાતેથી, (૧૧) ટીકડી સાટા મીઠા (લુઝ): સ્થળ -ન્યુ ભારત સ્વીટ માર્ટ, પેડક રોડ ખાતેથી (૧૨) ટોપરાનો મેસુબનું સેમ્પલ સ્થળ -ન્યુ ભારત સ્વીટ માર્ટ, પેડક રોડ ખાતેથી, (૧૩) મીઠા સાટાનું સેમ્પલ સ્થળ - શ્રીનાથજી ફરસાણ માર્ટ, પેડક રોડ ખાતેથી (૧૪) પાપડી ગાંઠિયાનું સેમ્પલ સ્થળ - શ્રીનાથજી ફરસાણ માર્ટ, પેડક રોડ ખાતેથી

(૧૫) ફાફડા ગાંઠિયા (લુઝ)નું સેમ્પલ સ્થળ -ભગવતી સ્વીટ એન્ડ નમકીન, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ ખાતેથી (૧૬) મીઠા સાટાનું સેમ્પલ સ્થળ - ભગવતી સ્વીટ એન્ડ નમકીન, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ ખાતેથી (૧૭) પાપડી ગાંઠિયાનું સેમ્પલ સ્થળ -પારસ સ્વીટ માર્ટ, રૈયા રોડ ખાતેથી (૧૮) મીઠા સાટાનું સેમ્પલ સ્થળ - પારસ સ્વીટ માર્ટ, રૈયા રોડ, હનુમાન મઢી ચોક ખાતેથી (૧૯). ફાફડા ગાંઠિયાનું સેમ્પલ સ્થળ -મુરલીધર સ્વીટ માર્ટ એન્ડ ફરસાણ, હનુમાન મઢી ચોક ખાતેથી(૨૦) જલેબીનું સેમ્પલ સ્થળ -મુરલીધર સ્વીટ માર્ટ એન્ડ ફરસાણ, હનુમાન મઢી ચોક ખાતેથી (૨૧) જલેબીનું સેમ્પલ સ્થળ -હરભોલે ડેરી ફાર્મ, રૈયા રોડ ખાતેથી (૨૨) મીઠા સાટાનું સેમ્પલ સ્થળ-હરભોલે ડેરી ફાર્મ, રૈયા રોડ ખાતેથી (૨૩) ફાફડાનું સેમ્પલ સ્થળ-હરિકૃષ્ણ બેકરી એન્ડ નમકીન, સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ખાતેથી (૨) જલેબીનું સેમ્પલ સ્થળ -જય બાલાજી ફરસાણ, સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ખાતેથી (૨૫) પનીર લાડુનું સેમ્પલ સ્થળ -આશા ફરસાણ, સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ખાતેથી (૨૬) જલેબીનું સેમ્પલ સ્થળ -પટેલ ફરસાણ, સ્વામિ નારાયણ ચોક પાસે, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ખાતેથી (૨૭) જલેબીનું સેમ્પલ સ્થળ - રામેશ્વર ફરસાણ હાઉસ, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ખાતેથી (૨૮) જેલી હલવોનું સેમ્પલ સ્થળ -ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ખાતેથી (૨૯) ટોપરા પાકનું સેમ્પલ સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, પારસ એપાર્ટમેન્ટ, શોપ નં.૩, ૮૦ ફૂટ રોડ, પપૈયાવાડી મેઇન રોડ ખાતેથી

(૩૦) મેસુબનું સેમ્પલ સ્થળ - જય સિયારામ ફરસાણ હાઉસ, ગોકુલધામ મેઇન રોડ ખાતેથી (૩૧) જલેબીનું સેમ્પલ સ્થળ -શ્રી પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ ખાતેથી (૩૨) ફાફડાનું સેમ્પલ સ્થળ- શ્રી પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ ખાતેથી (૩૩) જલેબીનું સેમ્પલ સ્થળ -મુરલીધર ફરસાણ, રણછોડવાડી સામે, રણછોડવાડી મેઇન રોડ, ન્યુ આશ્રમ રોડ ખાતેથી (૩૪) પાપડી ગાંઠિયાનું સેમ્પલ સ્થળ -મુરલીધર ફરસાણ, રણછોડવાડી સામે, રણછોડવાડી મેઇન રોડ, ન્યુ આશ્રમ રોડ ખાતેથી (૩૫) ક્રીમ મેંગો રોલનું સેમ્પલ સ્થળ -બાલાજી ફરસાણ માર્ટ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતેથી તેમજ (૩૬) પાપડી ગાંઠિયાનું સેમ્પલ સ્થળ -બાલાજી ફરસાણ માર્ટ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતેથી લેવાયું હતું. આ તમામ સેમ્પલ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેમાં ભેળસેળ હતી કે કેમ ? તેનો રિપોર્ટ આવે તેની રાહ જોવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application