શહેરના સોની બજારમાં મહિલા લેકચરરના મકાનમાં સોના-ચાંદીના ઘરેણા સહિત રૂ. ૩.૭૭ લાખની ચોરી અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી કુબલીયાપરમા વિસ્તારમાં રહેતા ત્રણ સગીરને ઝડપી લીધી હતાં. પોલીસે આ ટાબરીયાઓ પાસેથી મોટાભાગનો મુદામાલ કબજે કરી લીધાનું જાણવા મળ્યું છે.
સોની બજારમાં ગેબી પીરના ઓટા પાસે જૂની ગધીવાડમાં રહેતાં મલેકાબેન સૈફુદીનભાઈ ગાંધી (ઉ.વ.૬૧) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ એકલાં રહે છે અને પાર્ટ ટાઈમ આસી.લેકચરર તરીકે કલાસીસમાં નોકરી કરે છે.
ગઇ તા. ૧૦ ના બપોરના અઢી વાગ્યે તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલ માસ્ટર કલાસમાં કોચીંગ કરાવવા માટે નોકરી ઉપર ગયેલ હતી. કોચીંગ કલાસ પુર્ણ કરી રાત્રીના સાડા નવેક વાગ્યે ચાલીને ઘરે પરત આવેલ હતાં. તેમનું ઘર ખોલતા ઘરની અંદર ડ્રેસીંગ રૂમની અંદર બેડ રૂમનો દરવાજો ખુલ્લો હતો. બેડરૂમની અંદર પ્રવેશ કરતા તેમાં1 આવેલ કબાટ ખુલ્લો હતો. કબાટની અંદર રાખેલ બધી વસ્તુઓ રૂમની અંદર વેર વીખેર હાલતમાં પડેલ જોવામાં આવેલ હતી.
કબાટના ખાનામાં રાખેલ સોનાની બંગડી નંગ-૨ રૂ. ૧.૪૦ લાખ, સોનાની વીંટી નંગ-૨ રૂ.૬૦ હજાર, સોનાની કાનની કાવી નંગ-૨ રૂ. ૭૦ હજાર, સોનાની કાનની બુટી ૨ જોડી રૂ. ૨૫ હજાર, સોનાની કાનની ચુક રૂ. ૧૦ હજાર, તુટેલ બુંટીયા તેમજ હીરા અને ડુલ પરચુરણ, ચાંદીનો બંગડી સાથેનો સોનાનો ગ્લેડ ચડાવેલ ઝાંઝર, હીરાનો ચાંદીનો સેટ, ચાંદીના બુટીયા, ચાંદીના બીસ્કીટ નંગ-૪, ચાંદીની માળા, ચાંદીનું પતરૂ, ચાંદીના સીકકા નંગ-૬ મળી કુલ રૂ.૩.૭૭ લાખના સોના ચાંદીના દાગીના કબાટમાં જોવામાં આવેલ નહી. જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે એ ડિવિઝનના પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઈ એસ.એન.રાણા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ કુબલીયાપરામાં રહેતા ત્રણ સગીરને ઝડપી લીધા હતાં. સગીર વૃધ્ધાના મકાન પાસેથી નીકળ્યાં અને મોકો મળતાં હાથફેરો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech