aajkaalteam
IPLનાપૂર્વ ચેરમેન લલિત મોદીએ ટ્વિટર પર પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે લગ્ન કરી લીધાની જાહેરાત કરી. પોતાના ટ્વીટમાં તેમને સુષ્મિતાને બેટર હાફ ગણાવી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ કે બંનેએ માલદીવમાં લગ્ન કરી લીધા છે. પરંતુ તાત્કાલિક લલિત મોદીએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ હજુ એક બીજાને ડેટ કરી રહ્યાં છે.
લલિત મોદી ગુરુવારે સાંજે અચાનક જ ક્રિકેટ, એન્ટરટેઈન્મેન્ટ અને બિઝનેશની દુનિયામાં ચર્ચામાં આવી ગયા. તેમની આ ચર્ચાનુ કારણ એ હતુ કે પહેલા એ સમાચાર વહેતા થયા કે તેઓએ લગ્ન કરી લીધા છે. બોલીવુડની અભિનેત્રી અને દેશની પ્રથમ મિસ યૂનિવર્સ સુસ્મિતા સેન સાથે લગ્ન કરી લીધા હોવાની વાતે તેમને ચર્ચામાં લાવી દીધા હતા. જોકે બાદમાં તેઓએ લગ્ન નહીં પણ ડેટીંગ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા ટ્વીટ કરીને કરી હતી. લલિત મોદી વિશ્વભરમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગના પાયામાં રહ્યા છે. એટલે કે IPL ની શરુઆત 2008માં થઈ હતી તે વખતે તે BCCI ના વાઈસ પ્રેસિડેન્ટ હતા અને IPL ના પ્રથમ કમિશ્નર હતા.
આ ટ્વિટથી લગ્નની ચર્ચા શરૂ થઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:જામજોધપુરના શેઠવડાળામાં વરસાદ ખાબક્યો
May 14, 2024 10:57 AMબ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહી છે હોલીવુડની અભિનેત્રી મુન
May 14, 2024 10:55 AMબદ્રીનાથમાં વીઆઈપી દર્શન બંધ કરાવવા માટે આંદોલન
May 14, 2024 10:50 AMદેશપ્રેમ પહેલા: સાઉથ સુપરસ્ટાર્સે લાઇનમાં ઊભા રહીને કર્યું મતદાન
May 14, 2024 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech