BREAKING NEWS

રાજકોટ લૂંટ વીથ મર્ડરઃ લાલજીભાઈ 12 વર્ષથી તન્વી ગોલ્ડમાં મેનેજર હતા, સોની બજારમાં 1994માં પેઢી શરૂ કરી'તી: 12 ભાગીદારો

  • October 15, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજી જીઆઇડીસીમાં રાત્રીના બનેલી ફાયરિંગ વીથ લૂંટની ઘટનામાં મોતને ભેટનાર લાલજીભાઇ સરધારા તન્વી ગોલ્ડમાં વિશ્વાસુ કર્મચારી હતા. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બીગ બજાર પાસે એ.પી.પાર્કમાં રહે છે. તેમને સંતાનામાં એક પુત્રી અને એક પુત્ર છે. બંન્ને પરિણીત છે.​​​​​​​


સોની બજારમાં ૧૯૯૪ માં પેઢી શરૂ કરી હતી: ૧૨ ભાગીદારો


લૂંટની ઘટના બની છે તે તન્વી ગોલ્ડની પેઢીની શરૂઆત ૧૯૯૪ માં સોની બજારમાં માધવ કોમ્પ્લેકસથી કરી હતી. બાદમાં ૨૦૨૩ માં આજી જીઆઇડીસીમાં પેઢી શરૂ કરી નજીકના અંતરમાં જ રિફાઇનરી પણ ચાલે છે. તન્વી ગોલ્ડની આ પેઢીમાં ૧૨ ભાગીદારો છે જેમાં બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા, તુષારભાઇ વલ્લભભાઇ સાવલીયા, રાજભાઇ અશોકભાઇ ભાલારા, મયુરભાઇ ભુપતભાઇ લીંબાસીયા, હરેશભાઇ મોહનભાઇ સરધારા, હીતેષભાઈ મોહનભાઇ સરધારા, દિનેશભાઇ મશરૂભાઇ મેવાડા, અંકુરભાઇ જેરામભાઇ અજાણી,રવીભાઇ અશોકભાઈ ભાલારા, રાજેશભાઈ બાબુભાઇ તારપરા, વિનોદભાઇ મનજીભાઈ પરસાણા અને સંદિપભાઇ જગદીશભાઇ હાપલીયાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application