BREAKING NEWS

લાલપરી તળાવ રૂ.૧૮.૧૧ કરોડના ખર્ચે ડેવલપ કરાશે: ઝૂંપડપટ્ટીનું મેગા ડિમોલિશન કરવું પડશે

  • January 08, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં લાલપરી તળાવનું ડેવલપમેન્ટ તથા બ્યુટિફિકેશન માટે ૧૮.૧૧ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો તેમજ આ કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ લોએસ્ટ ઓફર રજૂ કરનાર બી.બી.પટેલ કન્સ્ટ્રકશન કંપનીને આપવાનું મંજૂર કરાયું હતું તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ જણાવ્યું હતું.

વિશેષમાં દરખાસ્તમાં જણાવ્યા મુજબ, તળાવના કાંઠે ૧૦૯૫૦ ચોરસ મીટર જમીનમાં ગાર્ડન વર્ક, એક કિલોમીટર લંબાઈની ગેબીયન વોલ, ૮૫૦ રનિંગ મીટર ફૂટપાથ તેમજ ૧૬૫૦ રનિંગ મીટરના ગજેબો સહિતનું ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં ગાર્ડન, ગજેબો, ગેબીયન વોલ, વોકિંગ ટ્રેક, ફૂટપાથ વિગેરે સૂચવ્યું છે ત્યાં હાલ સ્થળ ઉપર ઝૂંપડા, મકાનો, કારખાના સહિતના દબાણો હોવાની ચર્ચા સામે આવી છે. જો ડેવલપમેન્ટ કે બ્યુટિફિકેશન કરવું જ હોય તો અહીંયા સૌપ્રથમ ઝૂંપડપટીનું મેગા ડિમોલિશન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ હોવાનું જાણવા મળે છે.

લાલપરી કાંઠે દબાણો મામલે પૂછતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે ત્યાં આગળ દબાણો હોવાનું તેમના ધ્યાનમાં નથી, છતાં આ મામલે તેઓ તપાસ કરાવશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application