ગુજરાતમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીનો જગં જામ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે રાયભરની કલેકટર કચેરીઓ અને નિયત કરાયેલા સ્થળો પર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણી આચારસંહિતાના કડક અમલને કારણે ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે માત્ર ૫ વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ટિકિટ ફાળવણીને લઈને ભાજપ–કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને મોડી રાત સુધી મથામણ ચાલી છે.આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં, મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામોની પસંદગીને લઈને હજુ પણ 'સસ્પેન્સ' યથાવત છે. ખાસ કરીને અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે મક્કમ રહેતા હાઈકમાન્ડ મૂંઝવણમાં મુકાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પુર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટિકિટ ફાળવણી બાદ થઈ શકે તેવા સંભવિત 'ડેમેજ કંટ્રોલ' અને આંતરિક જૂથવાદને ડામવા માટે લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એક દિવસ લંબાવવામાં આવી છે, જે સૂચવે છે કે નામો નક્કી કરવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા માટે ભાજપની યાદી જાહેર ન થતા દાવેદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક મોટા ગજાના કદાવર નેતાઓ પણ આ વખતે ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે ગઈકાલે મોડી રાત્રે યાદી જાહેર થવાની અટકળો વચ્ચે અનેક કાર્યકરો અને દાવેદારોએ આખી રાત ઉજાગરો કર્યેા હતો. કોનું પત્તું કપાશે અને કોની એન્ટ્રી થશે તેને લઈને અનેક તર્ક–વિતર્ક વહેતા થયા છે. દરેક વોર્ડમાં અંદાજે ૧૨ સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી આખરી મહોર મારવાની પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારી પત્રમાં કોઈ કાનૂની ક્ષતિ ન રહી જાય તે માટે ભાજપ દ્રારા દરેક વિધાનસભા દીઠ કાયદાકીય નિષ્ણાતોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ફોર્મની ચકાસણી કરશે.હવે સૌની નજર આવતીકાલની અંતિમ ઘડીઓ પર છે, યાં તમામ પક્ષો પોતાના પત્તા ખોલશે અને ખરાખરીનો જગં શ થશે.
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ તમામ બેઠકો પરના ઉમેદવારોના નામોની જાહેરાત રાજકીય પક્ષો દ્રારા કરી દેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે પરંતુ આ વખતે રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી લઈને મોટા પાયે માથાકૂટ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાઈ કમાન્ડ દ્રારા કઈં પણ જગ્યાએ કાચું કપાઈ ન જાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application