BREAKING NEWS

૫-૧૦ કિલોના હળવા ફૂલ 'ઇન્ડેન ગેસ'ના બાટલાનું રાજકોટ ખાતેથી લોન્ચિંગ

  • August 06, 2026 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ખાતેથી ઇન્ડેન ગેસના ૫-૧૦ કિલોના હળવા ફૂલ બાટલાનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બાટલાનું બાહ્ય આવરણ પારદર્શંક હોવાથી અંદર કેટલો ગેસ બાકી છે તે સરળતાથી જોઈ શકાશે તેમજ નાના પરિવારો માટે આ સિલિન્ડર આશીર્વાદરૂપ બનશે.

જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાના હસ્તે ગઈકાલે હોટલ આત્મીય પેલેસ, જંક્શન પ્લોટ મેઇન રોડ, રાજકોટ ખાતેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની નવીન અને ગ્રાહકમૈત્રી “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” સિલિન્ડરની વિશેષતાઓ, ઉપયોગિતા અને ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” પરંપરાગત સ્ટીલ એલપીજી સિલિન્ડરની તુલનામાં વજનમાં ૫૦ ટકા સુધી હલકું, આધુનિક અને સરળતાથી વહન કરી શકાય તેવું કમ્પોઝિટ સિલિન્ડર છે. તેમાં પારદર્શક એલપીજી લેવલ વિન્ડો આપવામાં આવી છે, જેના કારણે ગ્રાહક સિલિન્ડરમાં બાકી રહેલા ગેસનું સ્તર સરળતાથી જાણી શકે છે. આ સિલિન્ડર રસ્ટ-ફ્રી કમ્પોઝિટ બોડી, ઓછી જાળવણી, વધુ સલામતી, સરળ હેન્ડલિંગ અને પરિવહન જેવી વિશેષતાઓ ધરાવે છે. તે ખાસ કરીને કામકાજ કરતા બેચલર્સ, વારંવાર બદલી થતી નોકરી ધરાવતા કર્મચારીઓ, નાના કાર્યાલયો તેમજ વધારાના કે બેકઅપ એલપીજી સિલિન્ડરની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો માટે ઉપયોગી છે. આ સેવા અંતર્ગત ઓછા દસ્તાવેજો, સીમલેસ ડિજિટલ બુકિંગ, સરનામાના પુરાવાની જરૂર ન હોવી, જરૂરિયાત મુજબ સિલિન્ડરની ઉપલબ્ધતા તથા નિર્ધારિત ટ્રેડિંગ વિસ્તારમાં ઝડપી ડિલિવરી જેવી સુવિધાઓ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News