BREAKING NEWS

ગીરગઢડામાં દીપડાનો બાળક ઉપર હુમલો ,વૃધ્ધે પૌત્રને બચાવ્યો

  • May 27, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર ગઢડા તાલુકાના પોપટડી નેસમાં રહેતા પરિવારના ત્રણ વરસના બાળક ઉપર દીપડાએ હત્પમલો કરી ઇજા પહોંચાડી હતી વૃધ્ધે દીપડાના મુખમાંથી પૌત્રને બચાવી લઇ દીપડાને ભગાડીયો હતો.
ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા વિસ્તાર માં જંગલી પ્રાણીઓ દીપડા, સિંહ અને મગરના માનવ ઉપર હત્પમલાના બનાવો વધ્યા છે. તેમાં વધુ એક બનાવ ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા ગીર જંગલ વિસ્તારમાં આવેલ પોપટડી નેસમાં રાજેન્દ્રભાઈ બાલુભાઈ ભાલીયાનો પરિવાર મકાન બાંધી રહે છે. ગઈકાલે રાત્રે રાજુભાઈના પિતા બાલુભાઈ અને ત્રણ વરસનો પૌત્ર માનવ મકાન સામે રમતો હતો ત્યારે એક દીપડો શિકારની લાલચમાં ફળિયામાં આવીને તુરતં બાળક ઉપર પંજો મારી દીધેલ હતો. દાદા બાલુભાઈ જોઈ જતા તુરતં રાડા રાડિ કરતા ઘરના સભ્યો બહાર નીકળી ગયા હતા અને દીપડા ઉપર લાકડીનો ઘા કરતા દીપડો બાળકને છોડી જંગલ નાસી ગયો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યાં તબીબે સારવાર આપી ભયમુકત જાહેર કર્યેા હતો. એક વૃધ્ધે બહાદુરી અને હિંમત બતાવી દીપડાના મુખમાંથી બાળકને બચાવી લીધો હતો. વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દીપડાને પકડવા પાંજરા મૂકી દીધા છે. વન વિભાગ દીપડા અને સિંહના માનવ ઉપર હત્પમલા રોકવા નક્કર કામગીરી કરે તેવી લોકમાંગણી ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application