જાફરાબાદના લંપટ શિક્ષકનું ચાર સગીર વિધાર્થીનીઓ સાથે અડપલા-દુષ્કર્મ
જાફરાબાદના લંપટ શિક્ષકનું ચાર સગીર વિધાર્થીનીઓ સાથે અડપલા-દુષ્કર્મ
October 16, 2026 11:01 AM
જાફરાબાદની શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકે શિક્ષક જગતને શર્મશાર કર્યું છે, કલાસરૂમની ચાર સગીર વિધાર્થીઓનો સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતા નરાધમ શિક્ષક સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. લંપટ શિક્ષકની હેવાનિયતથી ચોમેર ફિટકાર વરસી રહ્યો છે. સમગ્ર બનાવ અંગે અમરેલી એસપીના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ પોલીસ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે બજાવતો રામશંકર બટુકભાઈ પંડ્યા (રહે.હાલ લુંણસાપુર પ્લોટ વિસ્તાર જાફરાબાદ,મૂળ વેળાવદર તા.તળાજા)એ શાળામાં અભ્યાસ કરતી 12 થી 14 વર્ષની તરુણ વિધાર્થીઓને છેલ્લા પાંચ-છ મહિનાથી ક્લાસરૂમમાં બોલાવી શારીરિક અડપલાં કરતો હતો એનાથી વધુ શિક્ષકને વાસનાનો કીડો સરવરતા એક તરુણ વિધાર્થીની ઉપર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, ઘટનાને પગલે વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે અને હેવાન શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી છે, બનાવને લઈને પોલીસે શિક્ષક રામશંકર સામે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.