BREAKING NEWS

ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા: સિસ્ટમો સક્રિય હોવા છતાં ભારે વરસાદની સંભાવના નહિવત

  • September 04, 2026 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં હાલ મોન્સૂન સિઝન દરમિયાન ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ પડે તેવી સંભાવના છે.
હાલ વાતાવરણમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાની સિસ્ટમો સક્રિય હોવા છતાં, કોઈ મજબૂત સિસ્ટમનો અભાવ હોવાથી મુસળધાર વરસાદ પડે તેવા એંધાણ નથી. આ જ કારણે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવો વરસાદ જ નોંધાશે.


રાજ્યમાં સિઝનનો નોંધપાત્ર ચોમાસું સમયગાળો વિત્યા બાદ પણ સરેરાશ વરસાદની સ્થિતિ ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં આશરે 16 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. પ્રદેશ વાઈઝ સરખામણી કરીએ તો ગુજરાત રિજનમાં વરસાદની ઘટ માત્ર એક ટકો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં આ તફાવત ઘણો મોટો છે, જ્યાં 37 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
વરસાદની આ મોટી ક્ષતિના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો ભારે આર્થિક અને માનસિક ચિંતામાં મુકાયા છે. જળાશયો અને ડેમોમાં પણ પૂરતો પાણીનો જથ્થો ન હોવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઘેરી બને તેવી શક્યતા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News