રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસમાં આજે સોમવારે સવારે ખુલતી કચેરીએ જન્મ અને મરણ નોંધણી સર્ટિફિકેટ મેળવવા તેમજ ૧૦ વર્ષથી વધુ જુના હોય તેવા આધાર કાર્ડ અપડેટ કરાવવા અરજદારોની લાઇન લાગી હતી.
રાજકોટ મહાપાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં કલાકોથી લાઇનમાં ઉભેલા અરજદારોએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખાસ કરીને નવી ડિઝાઇન અને નવા કલર સાથેના ડેથ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટથી અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે તેમજ અવાર નવાર પોર્ટલનું સર્વર ડાઉન થવા સહિતની અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.
સૌપ્રથમ મહાપાલિકા કચેરી પોતાના પોર્ટલ ઉપરથી વર્ષો જૂની ડિઝાઇન મુજબનું બ્લેક એન્ડ વ્હાઈટ ડેથ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપતી હતી ત્યારબાદ રાજ્ય સરકારના ઇ-ઓળખ પોર્ટલ ઉપરથી સર્ટિ.આપવાનું શરૂ કરાતા એક વર્ષ પૂર્વે ડિઝાઇન બદલાઇ હતી, જ્યારે હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપરથી ડેથ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરતા હવે ફરી ડિઝાઇન બદલાઇ છે. તદઉપરાંત હવે ડેથ સર્ટિ.ની કલર કોપી અપાતી હોય જ્યાં આગળ રજૂ કરાય ત્યાં પણ શંકાની નજરે જોવામાં આવે છે ! ખાસ કરીને જો મહાપાલિકા ડાયરેક્ટ ડાઉનલોડ કરી આપે તો બ્લેક પ્રિન્ટ નિકળે છે અને જો અરજદારના ઇમેઇલ આઇડી ઉપર કોપી રિસીવ કરવામાં આવે તો કલરફૂલ કોપી મળે છે. આમ બદલાતી પધ્ધતિ અને બદલાયેલી ડિઝાઇન તેમજ કલરથી અવનવી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application