ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેક્ટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો છે.
તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં યોજાયેલી નૉર્થ ગુજરાત કોન્ફરન્સ (૯–૧૦ ઓક્ટોબર ૨૦૨૫, ગણપત યુનિવર્સિટી-મહેસાણા)ને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. હવે આગામી સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે ૮–૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કરવામાં આવી રહ્યું છે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તમામ ઉદ્યોગો, એમએસએમઇ, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વ્યાપક રીતે જોડાઈ શકે અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ શકે તે માટે નીચે દર્શાવેલી લિન્ક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નોંધણી માટે Registration Link: https://vibrantgujarat.com/registration ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.