રાજકોટ શહેર શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અટકાવવા તેમજ દારૂ અને જુગારની બદી ડામી દેવા કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઈની રાહબરીમા ટીમને મળેલ ચોક્કસ હકીકતના ના આધારે 150 ફૂટ રીંગ રોડ વાવડી ગામ તરફ જતા રસ્તે ઓટો રીક્ષા માંથી સોડાના કેનની આડમાં છુપાવેલો 95 હજારની કિંમતનો જથ્થો કબજે કરી આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર દરોડા પાડી દારૂ ઝડપી લેવા કરેલા આદેશના પગલે પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરી અને પીઆઇ એમ જે હૂણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પીબી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે વેળા એ પીસીબીનાકરોડ મારુ અને રાહુલ ગીરી ગોસ્વામી ને મળેલ બાતમીના આધારે 150 ફૂટ રીંગ રોડ વાવડી ગામ તરફ જતા રસ્તે ઓટો રીક્ષા જી જે 03 બી એક્સ 7405 અટકાવી રીક્ષા ની તલાસી લેતા તેમાં તેલના સોડાના કેન મા છુપાવેલો અલગ અલગ બ્રાન્ડનો 360 બોટલ વિદેશી દારૂ રૂપિયા 95,040 નો મળી આવ્યો હતો.
પીસીબીએ રીક્ષા ચાલક વિશાલ વિરજીભાઈ પરમાર ઉમર 29 રહે આંબેડકર નગર શેરી નંબર 11 એસટી વર્કશોપ પાછળ વાળાને ઝડપી તેની પાસેથી 360 બોટલ દારૂ સ્ટીલના સોડાના કે નંગ 20 તેમજ ઓટોરિક્ષા સહિત કુલ રૂપિયા 1,85,040નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.
આ અંગેની કામગીરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ, દેવરાજભાઈ ક્ળોતરા, કુલદીપસિંહ જાડેજા યુવરાજસિંહ રાણા, વિજય મેતા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર હિરેન સોલંકી હિતેન્દ્ર પરમાર, હરદેવસિંહ, રાહુલગીરી, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા કરણ મારુ,સહિતની ટીમ રોકાઈ હતી.