ધોરાજીમાં ભુખી રોડ પર કુંભારાવાડા ખોડીયાર ગેરેજ પાસે રહેતા રહેતા શખસના મકાનમાં સિટી પોલીસની ટીમે દરોડો પાડો હતો. અહીંથી પિયા ૧.૭૩ લાખની કિંમતનો ૯૯૧ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પૂર્વે બુટલેગર બોદુ નાસી ગયો હોય જેથી પોલીસે દાનો આ જથ્થો કબજે કરી બુટલેગરને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં દા અને જુગારની પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ ધોરાજી એએસપી સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડો. એમ. એમ. ઠાકોરની રાહબરિમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ધોરાજીમાં ભૂખી રોડ કુંભારાવાડામાં રહેતો બોદુ કોરેજા નામના શખસે પોતાના મકાનમાં દાનો મોટો જથ્થો છુપાવી રાખ્યો છે.
બાતમીના આધારે પોલીસની ટીમે અહીં મકાનમાં દરોડો પાડો હતો. મકાનમાં તપાસ કરતા અંદરથી .૧,૭૩,૯૪૭ ની કિંમતનો ૯૯૧ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે બુટલેગર બોદુ સલીમભાઈ કોરેજા (રહે. ભૂખી રોડ, કુંભારવાડા ખોડીયાર ગેરેજ પાસે, ધોરાજી) નાસી ગયો હોય પોલીસે દાનો આ જથ્થો કબજે કરી બોદુ સામે ગુનો નોંધી તેની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દાના આ દરોડાની કામગીરીમાં એએસઆઈ મહેશભાઈ રાડા, હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, નારાયણભાઈ પાંપાણિયા, કોન્સ્ટેબલ ઇશિતભાઇ માણાવદરિયા, રાજુભાઈ ભોળદરિયા, બળદેવભાઈ છેલાણા અને સંજીદાબેન કુરેશી સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application