આગામી 31 ડિસેમ્બર 2025ની વિદાય અને 2026ના આગમન સંદર્ભે અન્ય રાજ્યોમાંથી ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ કાઠિયાવાડમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના ધંધાર્થીઓને ઝડપી લેવા જાળ બીછાવી હોય ત્યારે મોરબી જિલ્લાના ટંકારાના બંગાવડી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી ડાક પાર્સલ લખેલ ટ્રકમાંથી 42.19 લાખનો 3072 બોટલ વિદેશી દારૂ જથ્થો પકડી બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બંગાવડી ગામ નજીક SMCએ વોચ ગોઠવી હતી
એસએમસી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાબેના બંગાવડી ગામ નજીક એસએમસીના પીએસઆઇ કે. એચ.જનકાત સહિતની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન ચોક્કસ નંબર નો ટ્રક જેમાં ડાક પાર્સલ લખેલ ટ્રકના કન્ટેનરમાં છુપાવી લઈમાં જવાતા વિદેશી દારૂના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે.
રૂ. 62.29 લાખનો મુદામાલ કબ્જે
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ટેન્કરમાંથી 42.19 લાખની 3072 બોટલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. જેમાં ટ્રક કન્ટેનર સહિત રૂ. 62.29 લાખનો મુદામાલ કબ્જે લેવાયો હતો, તેમજ ટ્રક ડ્રાઇવર વિજયસિંગ કાલુસિંગ ચૌહાણ રહે.રાજસ્થાન અને માલ મંગાવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા રહે. ટંકારા ખાનપરની ધરપકડ કરવામાં આવી હતી.
તમામ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
આ ઉપરાંત અન્ય આઠ આરોપીની સંડોવણી ખુલી હતી જેમાં સંદીપ સંઘવાલ ,હરિયાણા બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા જોડિયા,જામનગર, પુનિત હરિયાણા, બે ક્રેટા કારના બે ડ્રાઈવર, સલીમ કાદરી જંગલેશ્વર રાજકોટ,અયુબ શેખ ,જંગલેશ્વર રાજકોટ અને એક ટ્રકના માલિક સહિત ને વોન્ટેડ જાહેર કરાયા છે. આ તમામ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી શોધ ખોળ હાથધરી છે.