BREAKING NEWS

ચોટીલાની બળદેવ હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 72 લાખનો દારૂ ઝડપાયો

  • December 16, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસએમસીએ 6550 બોટલ વિદેશી દારૂ,વાહન મોબાઈલ, રોકડ સહિત 87.83 લાખના મુદ્દામાલ સાથે જામજોધપુરના શખ્સની કરી ધરપકડ: દારૂ મંગાવનાર બુટલેગર અને ભાગીદારની શોધખોળ


ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્કને ભેદી બુટલેગરોને ઝડપી લેવા એસએમસીના ચીફ અને યુવા એસપીના આદેશના પગલે એસએમસીએ ચોટીલાની બળદેવ હોટલના પાર્કિગમાં ટ્રક માંથી દારૂ બોટલ 6550 કિંમત 72 લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાય અને યુવા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ આર બી વનાર અને ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે બળદેવ હોટલ પાર્કિગમાં પાર્ક કરેલ ટ્રકમાં પશુ આહારની બેગ ની આડમાં છુપાવેલો 72 લાખની કીમતનો 6550 બોટલ વિદેશી દારૂ નો જથ્થો ડિલિવરી થાય તે પૂર્વેજ ઝડપી લીધો હતો.

એસએમસીએ પશુ આહારની બેગ નંગ 250 તેમજ વાહન મોબાઈલ રોકડ સહિત આરોપી અજય દેવશી ભારાઈ રહે જામકંડોરણા વાળાને કુલ 87.83 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય બુટલેગર ની શોધખોળ હાથ ધરી છે.


દારૂ મંગાવનાર પોરબંદર પંથક બે ભાગીદારની શોધખોળ

ચોટીલામાં દારૂ સાથે પકડેલા આરોપીની પૂછપરછમાં આ દારૂ પોરબંદરના ફુલઝર ગામના ભાયા માયા મોરી,અને ભાગીદાર બુખરલાના ભાવેશ સામત મોરી એ મગાવ્યાનું ખુલ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે બાબરાના ગળકોટડીમાં 62.79 લાખના વિદેશી દારૂ તેમજ લીંમડી ના ઝાંખણમાં 43.57 લાખનો દારૂ ઝડપી એસએમસીએ બે દરોડા પાડ્યા બાદ વધુ એક દારૂનો મોટો જથ્થો ઝડપી સુરેન્દ્રનગર પોલીસને દોડતી કરી દીધી છે.

ત્રણ કરોડથી વધુ નો દારૂ પકડાતા મહત્વની બ્રાન્ચોમાં થશે ફેરફાર

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે છેલ્લા દસ દિવસમાં ત્રણ કરોડથી વધુ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ એલસીબીના જવાબદાર કુલદીપ બોરીચા ને તાત્કાલિક બ્રાન્ચમાંથી છૂટા કરી દેવાયા છે તેમજ એસ.પી પ્રેમ સુખડેલુ દ્વારા નજીકના દિવસોમાં મહત્વની બ્રાન્ચોમાં ખાસ કરીને એલસીબીમાં ધરખમ ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application