BREAKING NEWS

આલીશાન હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી 1.50 કરોડનો દારૂ ઝડપાયો

  • January 31, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન,મહારાષ્ટ્ર માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક મોટા પ્રમાણમાં ધમધમી રહ્યું હોય સવા માસ પૂર્વે એસએમસીએ સુરેન્દ્રનગર જિલ્લામાં 10 દિવસમાં દારૂ અંગેના ત્રણ દરોડા પડ્યા બાદ રેન્જ આઇ.જી દ્વારા સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇને સસ્પેન્ડ કરી એલસીબીનું વિસર્જન કર્યાના દિવસો ભુલાય નથી ત્યાં માલવણ નજીક આવેલી આલીશાન હોટલ ના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 1.50 કરોડનો 33,816 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા ફરી સુરેન્દ્રનગર પોલીસ સામે સવાલો ખડા થયા છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાય અને યુવા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ આર જી વસાવા અને ટીમને મળેલ બાદમી મળી હતીકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામ નજીક આવેલ આલિશાન હોટલના પાર્કિંગમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક પાર્ક કરેલો છે.

ઉપરોક્ત ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પીએસઆઇ આરજી વસાવા અને ટીમે આલિશાન હોટલના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રક ની તલાસી લેતા ટ્રકમાંથી 33,816 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,50, 48, 800 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ટ્રકના ચાલક સત્યેન્દ્રપાલ બલવીર સિંહ રહે દિવ્યપુર રાણાનગર કોલોની ઓરેયા ઉત્તરપ્રદેશ, વાળાની ધરપકડ કરી દારૂ ટ્રક સહિત કુલ1,68,53,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


દારૂ ગેડિયાની મહિલા બુટલેગર બિલકિસ બાનુ મલેકે મંગાવ્યો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલે માલવણ નજીક આલીસન હોટલના પાર્કિંગમાંથી 1.50 કરોડનો 33,816 બોટલ દારૂ કબજે કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા આ દારૂ પાર્ટી તાલુકાના ગેડિયા ગામની મહિલા બુટલેગર બિલકીસબાનુ હનીફખાન મલેકે ઈસ્માઈલખાન બિસ્મીલાખાન મલેક, અકીલખાન ઇલમખાન મલેક, નામના બુટલેગરોએ મંગાવ્યાનું તેમજ દારૂ ઉદયપુર રાજસ્થાનના પ્રિતમસિંગે મોકલ્યાની કબુલાત આપી હતી.

40 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસીનો ચોથો દરોડો

સ્ટેટ મુનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લા પર સતત મોનિટરિંગ રાખ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે 40 દિવસમાં આ ચોથો દરોડો પડ્યો છે અગાઉ ચોટીલાના નાની મોલડી લીમડીના જાખણ તેમજ બલદેવ હોટલ પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયા બાદ સુરેન્દ્રનગર એલસીબીનું વિસર્જન કરી પીઆઈ જે જે જાડેજાને રેન્જ આઈ જી અશોકકુમાર યાદવએ સસ્પેન્ડ કર્યા હતા જેના સવા માસ બાદ ફરી આ ચોથો દરોડો પાડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application