BREAKING NEWS

જામનગર શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી જાહેર : જુઓ બીનાબેનની ટીમમાં કોનો કોનો સમાવેશ...!

  • January 28, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@ જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ જામનગર મહાનગરના નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત તા.૨7 જાન્યુઆરીના રોજ જાહેર કરવામા આવી આવી હતી પરંતુ મીડિયા સમક્ષ આજે તારીખ 28 ના રોજ પહોંચી છે.

જામનગર શહેર ભાજપ બીનાબેન કોઠારીની નવી ટીમમાં સમાવેશ કરેલ નામોની યાદીમાં જામનગર શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ ગોરી, નિશાંતભાઈ અગારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલભાઈ ચોટાઈ, સંજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગીયા અને વિજયભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવાને ફરીથી રીપીટ કરાયા, મૃગેશ જગદીશચંદ્ર દવે અને ભાવેશ વિઠ્ઠલભાઇ ઠુમ્મરની વરણી થઈ છે.

જ્યારે મંત્રી તરીકે રાજપાલભાઈ ગઢવી, નિતાબેન પરમાર, લાખાભાઈ પિંડારીયા, રાજેશભાઈ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતિબેન પારેખ, ધારાબેન જેઠવા અને પતિન પંડ્યાને જવાબદારી સોંપાઈ છે. કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી અને કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઈસર સેવા આપશે. આ ઉપરાંત આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે ગુજ કારીયા, સોશીયલ મિડીયા ઈન્ચાર્જ તરીકે ધવલ નાખવા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરની નિમણુક કરવામાં આવી છે.

શહેર ભાજપ સંગઠન ઉપરાંત ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર યુવા મોરચાના પ્રમુખ તરીકે સહદેવ ડાભી અને મહામંત્રી તરીકે કેતનભાઈ કોટક તથા દુષ્યંતભાઈ સોલંકીની વરણી કરાઈ છે. આ ઉપરાંત જામનગર શહેર ભાજપ બક્ષીપંચ (OBC) મોરચા પ્રમુખ પદે વિરલભાઇ બારડ અને મહામંત્રી તરીકે મયુર સિંધવ તથા મોહન ગઢવીની વરણી કરવામાં આવી છે.

જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત અને મહામંત્રી તરીકે નિકીતાબેન કુંવરીયા તથા અવનીબેન ત્રિવેદીની નિમણૂક થઈ છે. જ્યારે કિસાન મોરચોના પ્રમુખ તરીકે હસમુખ પેઢડીયા અને મહામંત્રી તરીકે ચંદ્રસિંહવાળા તથા હિતેષભાઈ કણઝરીયાની વરણી કરવામાં આવી છે.

જામનગર શહેર ભાજપ અનુસૂચિત જાતિ (SC) મોરચા પ્રમુખ તરીકે દિપકભાઇ શ્રીમાળી અને મહામંત્રી તરીકે કિરણભાઈ ગડણ તથા ચંદ્રગુપ્ત રાઠોડની નિમણુક થઈ છે. અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઉમરભાઇ બલોચ અને મહામંત્રી તરીકે હારૂનભાઈ સુલેખાન પટેલ ( અલૂ પટેલ) તથા સંધી સમાજના આગેવાન કાદર બાપુ જુણેજાની નિમણૂક કરવામાં આવી છે.

ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ જાહેર કરેલા યાદીની નિમણૂકની નકલ જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના મોવડી મંડળને મોકલી આપવામાં આવી છે અને આગામી સમય માટે હવેથી બીનાબેનની આગેવાની હેઠળ આ તમામ જાહેર થયેલી ટીમ શહેર ભાજપની ધુરા સંભાળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application