BREAKING NEWS

લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાધો, ત્રણ મહિના સાથે રહ્યા બાદ યુવતી જતી રહેતા પગલું ભર્યું, મોરબીમાં ચોંકાવનારી ઘટના

  • January 05, 2026 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. જોકે થોડા દિવસ પહેલા યુવતી પોતાના ઘરે જતી રહી હતી અને પરત ન ફરતા યુવકને લાગી આવ્યું હતું. આથી યુવકે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


મળતી માહિતી મુજબ, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવક અને મહિલા મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલા પોતાના ઘરે ગઈ હતી. જે બાદ પરત ન ફરતા યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મૃતક યુવાનનું નામ હિતેશ મનસુખભાઈ ધમાલ (ઉંમર 26) છે. તેમણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિલા સાથે સંપર્ક થયો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હિતેશનો ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મહિલા સાથે સંપર્ક થયો હતો. આ પરિચય ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ આ મહિલા મૈત્રી કરાર કરીને છેલ્લા ત્રણ મહિનાથી હિતેશ સાથે તેમના ઘરે રહેતી હતી.


મહિલા ઘરેથી પરત ન ફરતા યુવકને લાગી આવ્યું

થોડા સમય પહેલા આ મહિલા પોતાના ઘરે પરત ફરી હતી અને ત્યારથી તે પાછી આવી ન હતી. આ બાબતે યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે તે યુવતીને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં જ યુવકે લાઈવ સુસાઈડ કર્યું હતું. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે. યુવતી ઘરે પરત ન ફરતા યુવકને લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હતું. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ બી.કે. દેથા કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application