ગોંડલમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવાન પાસેથી વ્યાજખોરે સોનાના કડા, કાર, બુલેટ પડાવી લીધું

  • June 12, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને  . ૮.૫૦ લાખ માસિક ૫ ટકા વ્યાજે આપી વ્યાજખોર બેલડીએ બે સોનાના કડા, સ્વીટ કાર, બુલેટ અને બે ચેક પડાવી લીધા હતાં. વ્યાજની પુરી રકમ ચૂકવી દીધા છતાં વધુ ૫ લાખની ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવકે ફરિયાદ નોંધાવી છે.
ગોંડલના કપૂરીયા ચોક નજીક રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રાજ ઘેલાભાઈ બાંભવા(ઉ.વ ૨૪) એ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં વ્યાજખોર તરીકે યાજ્ઞિક દિનેશભાઇ કડિયા અને નાગજી ગોલતરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુવાનને ગોંડલ માર્કેટીંગ યાર્ડ સામે મારી દ્રારકાધીશ ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે તેની પાસે ચાર ટ્રક છે. આશરે ૧૪ મહીના પહેલા ધંધા માટે પૈસાની જર પડતા યાજ્ઞીક કડિયા તથા નાગજી ગોલતર પાસેથી કેતન સિંધવ હસ્તક . ૮.૫૦ લાખ માસીક ૫ ટકા વ્યાજે લીધા હતા. જે તે વખતે યુવાને સીકયુરીટી પેટે આ લોકો પાસે એક ૨.૫ તોલાનુ સોનાનુ કડુ, એક ૧.૫ તોલાનુ સોનાનુ કડુ, સ્વીફટ ગાડી, બુલેટ ગીરવે મુકેલ હતા.
કેતનભાઈ હસ્તક પૈસા લીધેલ હોય જેથી દર મહીને કેતન બાબુભાઈ સીંધવને માસીક ૫ ટકા લેખે યુવાન વ્યાજ પહોંચાડતો હતો અને કટકે કટકે મે .૮.૫૦ લાખ ચુકવી આપેલ હતા. છતા બંને વ્યાજખોરો યુવાન પાસે વધુ . ૫.૫૦ લાખની ઉઘરાણી કરતા હતા.જેથી યુવાને કહેલ કે, મે તમારા પૈસા ચુકવી આપેલ છે છતાં બંને શખસો યુવાન પાસે પૈસાની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા. પૈસા આપવાની ના પાડતા છ મહીના પહેલા યુવાના ટ્રક જીજે–૧૪–ઝેડ–૬૪૦૨ તથા જીજે–૧૪–ઝેડ–૩૯૦૩  હાઇવે ઉપર ટી.વી.એસ.ના શો મ સામે બાપાસીતારામ સર્વીસ સ્ટેશન પાસે રાખેલ હતું. જે બન્ને ટ્રક ત્યાંથી વ્યાજખોરો લઇ ગયેલ હતા જેની યુવાનને જાણ થતા તેણે કેતનભાઇને ફોન કરતા તેમણે કહેલ કે, તુ ટાઇમ ટુ ટાઇમ આ લોકોને વ્યાજ પહોંચાડી દે એટલે તારા ટ્રક પાછા આપી દઇશ. બાદમાં વ્યાજખોરોએ છ મહીના સુધી યુવાનના બન્ને ટ્રક તેની પાસે રાખેલ હતા. બાદમાં તેણે પોલીસ સ્ટેશનમા અરજી કર્યાની જાણ થતાં ટ્રક પરત આપી દીધા હતા.
 તા.૦૩૦૬૨૦૨૫ ના રોજ યુવાન પાસેથી બે ચેક લખાવી લીધા હતા ઉપરાંત હાથ ઉછીના પૈસાનુ લખાણ પણ કરાવી લીધું હતુ અને હજુપણ વ્યાજખોરો યુવાન પાસે .૫ લાખની માગણી કરતા હોય અંતે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવાને ગોંડલ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application