BREAKING NEWS

જામનગર જિલ્લાના ધ્રોલમા ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’ દુકાનમા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ-જામનગર...

  • January 19, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફરીયાદીઃ- પ્રકાશભાઇ હેમતલાલ સોની રહે.-હડીયાણા તા.જોડીયાનાઓની ધ્રોલ નગરપાલીકા સામે આવેલ ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’નામની દુકાનમા ગત તા.૧૪/૦૧/૨૦૨૬ના રાત્રીના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દિવાલમા બાકોરૂ પાડી,દુકાનમાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ ૨૬,૯૬,૦૦૦/-ની ચોરીને અંજામ આપેલ ગૂનો વણશોધાયેલ હતો.


પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ ધ્રોલમા ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’ની દુકાનમા થયેલ ચોરીનો  ગૂનો શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓ  માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ એમ.વી.ભાટીયા નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,ધ્રોલ જોડીયા વિસ્તારમા વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.


દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા,મયુરસિંહ પરમાર,રૂષિરાજસિંહ વાળા નાઓને સંયુકત રીતે બાતમી મળેલ કે,ધ્રોલમા ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’મા ચોરી કરનાર મજુરોની સંડોવણી હોવાની હકિકત મળેલ અને આ ઝવેલર્સની દુકાનમા ચોરી કરનાર ઇસમો સોના ચાંદીના દાગીના લઇ મોટર સાયકલમા જોડીયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે.જેથી ધ્રોલ ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે મજકુર ઇસમો સોના ચાંદીના દાગીના,મો.સા.તથા ચોરી કરવામા ઉપયોગ લીધેલ હથિયાર સાથે પકડી પાડી,મજકુર ઇસમો વિરૂધ્ધ પો.સબ.ઇન્સ શ્રી.એમ.વી.ભાટીયા નાઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


    પકડાયેલ આરોપીઃ-

૧) હિમતભાઇ પાંગળાભાઇ મહેડા ઉવ.૨૫ ધંધો ખેતમજુરી રહે. કેશીયા, તા.જોડીયા 
૨) શૈલેષભાઇ નવલસીંગ મહેડા ઉવ.૨૩ ધંધો ખેતમજુરી રહે. લખતર, તા.જોડીયા 
૩) ટીનુભાઈ પાંગળાભાઈ  મહેડા ઉવ.૨૫ ધંધો ખેત મજૂરી રહે. રંગપુર તા.પડધરી 
     ત્રણેય મુળ રહેવાસી ઃ- મોટીમલુ ગામ તા.ધાનપુર જીલ્લો-.દાહોદ 


કબ્જે કરેલ મુદામાલ 

૧) સોનાની વીટીઓ,બુટીઓ,ચેઇન,એરીંગ,પેન્ડલ સેટ,કાનની બાલી,ઓમકાર,નાક કાનના દાણા વિગરે 
સોનાના દાગીના આશરે ૧૭૫ ગ્રામ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦/-
૨) ચાંદીના દાગીના બંગડી,સાકરા,લકકી,કંદોરા,જુડા,ચેન,વિટી,કડલી,બ્રેસલેટ,સિક્કા,ડોકીયુ,દાણા,ગાય,મુર્તિ, છતર, જે ચાંદીના દાગીના કુલ વજન-૧૧ કિલો ગ્રામ જેની કિ.રૂ ૯,૪૬,૦૦૦/-   
                                                            (ચોરી મુદામાલ  રૂપીયા ૨૬,૯૬૦૦૦/-) 
૩) મોબાઇલ ફોન-૦૪  કિ.રૂ ૨૦૦૦૦/- 
૪) મોટર સાયકલ-૦૨ કિ.રૂ. ૮૦,૦૦૦/-  
પ) ચોરીમા ઉપયોગ લીધેલ  લોખંડ નો સળીયા- કિ.રૂ.૧૦૦/-
             ટોટલ કબ્જે  મુદામાલઃ- રૂ.૨૭,૯૬,૧૦૦/- 


    શોધી કાઢેલ ગૂનો 

૧) ધ્રોલ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૬૦૦૩૮/૨૦૨૬ બી.એન.એસ.કલમ.-૩૩૧(૪),૩૦૫(એ),૫૪


    આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓઃ- 

    આ કામેના આરોપીઓએ ધ્રોલ ટાઉનમા આવેલ ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’ની દુકાનમા રાત્રીના ચોરી કરવાના ઇરાદે દુકાન ની પાછળની દિવાલમા લોખંડ સાધનો વડે બાકોરૂ પાડી,દુકાનમા પ્રવેશ કરી,ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ.


કામગીરી કરનાર એલ.સી.બી.અધિકારીઃ- 

   વી.એમ.લગારીયા પોલીસ ઇન્સપેકટર
   સી.એમ.કાંટેલીયા પોલીસ સબ ઇન્સ, તથા એમ.વી.ભાટીયા પોલીસ સબ ઇન્સ. 
    કામગીરી કરનાર /સ્ટાફઃ-  
    દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ,યુવરાજસિંહ ઝાલા,અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઇ ડેરવાળીયા,ક્રિપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર,રૂષીરાજસિંહ વાળા,ધમેન્દ્રસિંહ એમ.જાડેજા,ભરતભાઇ ડાંગર,નિર્મળસિંહ જાડેજા,ધમેન્દ્રસિંહ એન જાડેજા, સુમીતભાઇ શીયાર,ભયપાલસિંહ જાડેજા,કિશોરભાઇ પરમાર, અજયભાઇ વિરડા,બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી,બીજલભાઇ બાલાસરા સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application