ગુજરાતમાં ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી છે તે સ્થાનિક સ્વરાયની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવશે.રાય સરકારે સ્થાનિક ચૂંટણીઓ માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. આગામી મહિને ૧૩–૧૪ ફેબ્રુઆરીએ મતદાન અને ૧૬ ફેબ્રુઆરીએ પરિણામોની જાહેરાતની તારીખો જાહેર કરવામાં આવે તેવી શકયતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આજે રાય ચૂંટણી આયોગ દ્રારા સાંજે ૪:૩૦ કલાકે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
રાય ચૂટણી આયોગ આજે સાંજે સાડા ચાર વાગ્યે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરશે. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી સહિત રાયની ૭૦ નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરાશે. નોંધનીય છે કે, રાયમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ૨૭ ટકા ઓ.બી.સી., ૧૪ ટકા એસ.ટી. અને ૭ ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.
જે જિલ્લ ા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા નો અમલ થશે. રાયમાં છેલ્લ ા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લ ા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૫ નગરપાલિકા અને ૫૩૯ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ૪૭૬૫ની ચૂંટણીઓ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, ખેડા જિલ્લ ા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજવાની જાહેરાત થઈ શકે છે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેરાતના પગલે આચારસહિતાનો અમલ
રાયમાં ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, ૨ જિલ્લ ા પંચાયત તેમજ ૭૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છેલ્લ ા કેટલાક સમયથી અટવાઈ હતી. જેની આજે જાહેરાત થશે આ સાથે જ આ તમામ વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડશે. રાયમાં સ્થાનિક સ્વરાય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે ૧૦ ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત જજ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને ૨૭ ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાય સરકારે કરેલી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાયમાં ગ્રામીણ સ્તરે ૫૨ ટકા અને શહેરી ક્ષેત્રે ૪૬.૪૩ ટકા ઓબીસી સમાજની વસ્તી છે. આજે સાંજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે આદર્શ આચાર સહિતનો કડક અમલ શ થશે.
ઓબીસી સમાજ માટે અનામત બેઠક
ગુજરાત રાયની સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લ ા પંચાયતોમાં ૧૦૫ થી વધીને ૨૨૯, ૨૪૮ તાલુકા પંચાયતોમાં ૫૦૬થી વધીને ૧૦૮૫, રાયની કુલ ૧૪,૫૬૨ ગ્રામ પંચાયતોમાં ૧૨,૭૫૦થી વધીને ૨૫,૩૪૭ અને એ જ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે. સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાય ચૂંટણી પચં બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech