અમરેલીના વડિયા કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે મુખ્ય માર્ગના ગામના પ્રવેશદ્રારથી ગામને જોડતા નદી પરના પુલ માટે વર્ષેાથી ચોમાસામાં ગામની ખુબ મોટી સમસ્યા હતી. આ માટે ઉંચા પુલનું કામ મંજુર થતા તેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે. કામના શવાતના તબકકામાં પુલના પાયાના ખોદાણ અને નીચે કરવામાં આવેલાં પીસીસી સમયે નબળા કામ અને નબળા મટીરીયલ ના સવાલો ઉઠતા તેના સ્થાનિક લોકોના વિડીયો વાઇરલ થયા હતા. શવાતથી નબળા કામના વિવાદ વચ્ચે ચાલતા આ પુલના કામમા ફરી નબળી ગુણવતા અને લાઈન લેવલ વગરના કામના પ્રશ્ર્નો ઉપસ્થિત થતા સામે આવતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક ભાજપ આગેવાનો રવજીભાઈ ચુડાસમા દ્રારા આ બાબતે અવાજ ઉઠાવવા માં આવતા અટકેલી કામગીરી તુરતં શ કરવામાં આવી છે.તો આવાજ ઉઠા બાદ સ્થાનિક આગેવાન, તાલુકા પંચાયત સદસ્ય અને કોન્ટ્રાકટરના માણસ સાથેની વાતચીતનો બે ઓડિયો વાઇરલ થયા હતા અને તેમાં પુલના કામ બાબતે સ્થાનિકોનો વિરોધ અને નબળા કામ બાબતે સ્પષ્ટ્રતા થતી જોવા મળી હતી સાથે આ સાથે જોડાયેલા અધિકારીઓ બાબતે પણ ચર્ચાઓ સામે આવતી જોવા મળી રહી છે. તો આ નબળા કામની તટસ્થ તપાસ થશે? શું આ કામ સાથે જોડાયેલા અધિકારીઓ ભ્રષ્ટ્રાચારને ઉઘાડો પડશે કે પછી ઢાક પીછોડો કરશે ? આવા અનેક પ્રશ્નો લોકો પૂછતાં જોવા મળી રહ્યા છે..