BREAKING NEWS

ચાલતી ટેન્કર ટ્રેનમાં એલપીજી ગેસ લીકેજ પકડીને લોકો પાઇલોટે મોટી દુર્ઘટના ટાળી

  • January 12, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પીપાવાવ પોર્ટથી એલપીજી (LPG) લઈને અંબાલા જઈ રહેલી માલગાડી સાવરકુંડલા-લીલીયા મોટા સ્ટેશન વચ્ચે વળાંક આવતા તેમણે એક વેગનનું ઢાંકણ ખુલ્લું જોવામાં લોકો પાયલોટે તાત્કાલિક ટ્રેન ઊભી રાખી દઇ તપાસ કરતા વેગન નંબર 0898668181 BTPGLNમાં અધખુલ્લા ઢાંકણામાંથી ગેસ લીકેજ જોવા મળ્યું હતું. તેણે ત્વરિત સૂઝબૂઝથી ઢાંકણ બંધ કરાવી એક સંભવિત મોટી દુર્ઘટના ટાળીને ટ્રેન, રેલવે સંપત્તિ અને સમગ્ર વિસ્તારને સંભવિત હાનિ થતી અટકાવી હતી.

દરમિયાન ભારતીય રેલવેના વિવિધ ઝોનમાંથી વ્યક્તિગત શ્રેણીમાં અંદાજે 100 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પશ્ચિમ રેલવેના સાત કર્મચારીઓ સામેલ હતા. તેમાં આ ગુડ્ઝ ટ્રેનના રાજકોટ ડિવિઝનના‌ લોકો પાયલોટ રામપ્રવેશ કુમારને તેમની સતર્કતા અને ઉત્કૃષ્ટ સેવા બદલ નવી દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 70મા રેલ સપ્તાહ કેન્દ્રીય સમારોહમાં ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર–2025’ થી રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રામપ્રવેશ કુમારની આ સિદ્ધિ રાજકોટ ડિવિઝન માટે વિશેષ ગૌરવપુર્ણ ગણાવી. રાજકોટ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ અભિનંદન પાઠવતા તમામ કર્મચારીઓને સુરક્ષા તેમજ સેવા શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application