રાજકોટ બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર પ્રભવ જોષી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચુંટણીને લઈને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટીંગ, EPIC વિતરણની કામગીરી તથા પેન્ડીંગ ફોર્મ નિકાલ, પોલીંગ સ્ટાફને અને આવશ્યક સેવામાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા, C-Vigil, NGSP ફરિયાદોના કવોલીટી નિકાલ, એપ્રિલથી જુન ૨૦૨૪ના મહીના દરમ્યાન હીટ વેવની અસરને નિવારવા માટેના પગલા, ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ કર્મચારીઓને અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પાડવા તથા તમામ મતદાન મથકોએ પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ઘ કરવા બાબતો વિશે સંબંધિત તમામને સૂચના આપી હતી.
આ ઉપરાંત તાલીમ સ્થળ તથા રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર કીટ સાથે પેરા મેડીકલ ટીમ ઉપલબ્ઘ, ચૂંટણીલક્ષી પ્રથમ, દ્રિતીય અને ત્રીજી તાલીમ ૦૫/૦૫/૨૦૨૪ સુધીમાં પુર્ણ કરવા, ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તૈયાર કરવા, બી.એલ.ઓ. મારફત મતદારોને મતદાન મથકની જાણકારી આપવા, મતદાનના એક અઠવાડીયા પહેલા બી.એલ.ઓ.ને એક દિવસ મતદાન મથકે બેસવા, આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા, મહત્તમ મતદાન માટે સોશ્યલ મીડિયાનો પ્રચુર ઉપયોગ કરવા વગેરે બાબતો વિષે સંબંધિત તમામને સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech