BREAKING NEWS

લંડનના જયોતિષ મુકુંદભાઇ પટેલનું રાજકોટની ધ ઇમ્પિરીયલ પેલેસ હોટલમાં હાર્ટ એટેકથી મોત

  • October 07, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મુળ લોધીકાના મોટી મેંગણીના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ટેરો કાર્ડ રીડર (જ્યોતિષ) કેપ્ટન માઈક પટેલ તરીકે ઓળખાતા મુકુંદભાઈ પટેલ (ઉ.વ.૭૨)નું રાજકોટની હોટેલમાં હૃદય રોગનો હુમલો આવી જવાથી મૃત્યુ થયું છે. તેઓ દર બે મહિને લંડનથી રાજકોટ આવતાં હતાં.


જાણવા મળ્યા મુજબ લંડન રહેતાં મુકુંદભાઈ કુરજીભાઈ પટેલ (ઉ.વ.૭૨) ગત તા. ૪/૧૦ના રોજ લંડનથી રાજકોટ આવ્યા હતાં અને અહિ ડો. યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ ખાતે રોકાયા હતાં. તેઓ ટેરો કાર્ડ રીડર (જ્યોતિષ) તરીકે કામ કરતાં હતાં. આ કારણે દર બે મહિને રાજકોટ આવતાં હતાં. તેઓ બે ભાઈ અને એકબહેનમાં મોટા અને અપરિણીત હતાં. મોટી મેંગણીના વતની મુકુંદભાઈ પટેલ અને તેમના બીજા ભાઈઓ, બહેન સહિતના વર્ષોથી લંડન સ્થાયી થયા છે.


મુકુંદભાઈ પટેલ કે જેઓ પાઇલોટનું લાયસન્સ ધરાવતાં હોઈ કેપ્ટન માઈક પટેલ તરીકે પણ ઓળખાતા હતાં. ટેરો કાર્ડ રીડરના અચ્છા જાણકાર એવા મુકુંદભાઈ ગત સાંજે હોટેલ ખાતે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાંતેમની સાથેના વ્યક્તિએ ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં અને રાજકોટ રહેતાં સગાઓને જાણ કરતાં બધા હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન મુકુંદભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂ, અમૃતભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ હુદડે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રમેશભાઈ ચૌહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application