રાજકોટના પોપટપરા મેઈન રોડ પર રઘુનંદન સોસાયટીમાં રહેતા બે સરદારજી પાડોશીઓ વચ્ચે પૈસાની લેતીદેતી અને જુના મનદુ:ખમાં મારામારી થતાં એકબીજા પર પાઇપથી હુમલો કરી છૂટી ઇંટોના ઘા કરતા બંને પક્ષના ૬ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ રઘુનંદન સોસાયટીમાં રહેતો બલજીતબેન સરપાલસિંઘ રાઠોડ ઉ.વ.૭૦ તથા તેનો દિકરો રવિન્દ્રસિંઘ સરપાલસિંઘ રાઠોડ ઉ.વ.૩૨ સવારે ઘરે હતાં ત્યારે પડોશી આકારસિંઘ, શાનુ, અનમોલ સહિતનાએ ઝઘડા કરી પાઈપથી માર મારતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તો સામાપક્ષ રઘુનંદન સોસાયટીમાં જ રહેતાં તનુબેન મનજીતસિંઘ પોથીવાલ ઉ.વ.૨૫, તેણીના પિતા મનજીતસિંઘ ગુરૂબચ્ચનસિંઘ પોથીવાલ ઉ.વ.૫૫, ભાઈ આકાશસિંઘમનજીતસિંઘ ઉ.વ.૨૯ અને ભાભી ભગવતકોર આકાશસિંઘ ઉ.વ.૨૭ પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમણે પાડોશી રવિન્દ્રસિંઘ, પ્રદિપસિંઘ, ઈલવાસિંગ સહિતના એ પાઈપથી હુમલો કરી ઇંટોના ઘા ઝીંકી ઇજા પહોંચાડયાના આક્ષેપ કર્યા હતા.
તનુબેન પોથીવાલે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા રવિન્દ્રએ પજવણી મામલ માથાકુટ કરી હાથ ભાગી નાખ્યાહ તો. જુના મનદુ:ખનો ખાર રાખી ફરીથી આજે મારામારી કરાઈ હતી. આકાશસિંધના હાથમા રહેલા ત્રીસ હજાર રૂપિયા પણ ઝપાઝપીમાં ખોવાઇ ગયા હતો. ઉપરાંત તેણીના ભાભી વિશે પણ રવિન્દ્રસિંઘ જેમ તેમ બોલ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.
સામા પક્ષ રવિન્દ્રસિંઘે જણાવ્યું હતું કે અગાઉ તેણે દસ હજાર રૂપિયા લીધા હોઈ તે વ્યાજ સહિત પંદર હજાર ચુકવી દીધા છતા વધુ પૈસા માગી માથાકુટ કરવામાં આવતી હોઈ આ બારામાં તેણે પોલીસમા અરજી કરી હતી જેના કારણે ચાલતા મનદુ:ખમાં મારામારી થઈ હતી. પ્ર.નગર પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી વધૂ તપાસ હાથધરી છે.