અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે પરમાણુ યુદ્ધ અને વિનાશ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો (એટોમિક બોમ્બ) બનાવવા દેશે નહીં. ટ્રમ્પે ઉમેર્યું કે, પરમાણુ હવિધારો એટલા ખતરનાક છે કે તેનાથી અમેરિકાનું આખું 'લોસ એન્જલસ' શહેર પણ નાશ પામી શકે છે, તેથી આ મુદ્દો આખી દુનિયાની સુરક્ષા સાથે જોડાયેલો છે. વ્હાઈટ હાઉસની બહાર મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આકરા વલણને દોહરાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવતા અટકાવવા એ તેમની સરકારની સૌથી પહેલી અને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમનો આ નિર્ણય કદાચ રાજકીય રીતે કેટલાક લોકોને ન ગમે અથવા અપ્રિય લાગે, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહેશે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, લોકો ભલે ગમે તે કહે, પણ મારે મારી ફરજ નિભાવવી જ પડશે, કારણ કે હું મારી નજર સામે આખી દુનિયાનો વિનાશ થતો જોઈ શકું નહીં. ટ્રમ્પે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સંકટ વચ્ચે અમેરિકા ઈરાન પર એક મોટો લશ્કરી હુમલો કરવાનું આયોજન કરી ચૂક્યું હતું. જોકે, સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા મિત્ર દેશોએ અમેરિકાને આ હુમલો વોડા દિવસો માટે ટાળવા વિનંતી કરી હતી. આરબ દેશોનું માનવું છે કે અત્યારે શાંતિ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ કોઈ મોટો રાજદ્વારી કરાર થઈ શકે છે. આ વિનંતીને માન આપીને અમેરિકાએ હુમલાનો પ્લાન હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે આ ગંભીર વૈશ્વિક સમસ્યાનો ઉકેલ યુદ્ધ વગર આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application