BREAKING NEWS

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર... વાવાઝોડા 'સેન્યાર' નો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા

  • November 24, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે 5:30 વાગ્યે બંગાળની ખાડીમાં સાઉથ આંદામાનના દરિયામાં લોપ્રેશર સિસ્ટમ સર્જાવા પામી છે અને થોડા સમયમાં જ તે વેલ માર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થઈ ગઈ છે. આગળની 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને વેસ્ટ નોટ વેસ્ટ દિશામાં તે ગતિ કરશે.


તોફાની પવન તથા ભારે વરસાદની શક્યતા

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ, આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછીના 48 કલાકમાં એટલે કે તારીખ 26 આસપાસ વાવાઝોડામાં ફેરવાઈ જશે. સેન્યાર નામના આ વાવાઝોડાના કારણે તોફાની પવન તથા ભારે વરસાદની શક્યતા છે. અત્યારે પણ આ સિસ્ટમની અસરના ભાગરૂપે અંદમાન નિકોબાર તામિલનાડુ કેરેલા લક્ષદીપ આંધ્ર પ્રદેશમાં પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.


વધુ એક નવું લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે

એક સિસ્ટમ એક્ટિવેટ થયાના પૂરા 24 કલાક પણ થયા નથી ત્યાં આવતીકાલે બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં શ્રીલંકાને સંલગ્ન દરિયામાં વધુ એક નવું લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં પણ સાઉથ ઇસ્ટ દિશામાં સાયકલોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 3.1 કીલોમીટરની ઊંચાઈ પર જોવા મળે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રની આ બંને સિસ્ટમના કારણે વાવાઝોડાની અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


આ સિસ્ટમ લાંબો સમય સુધી દરિયામાં જ રહે તેવી શક્યતા

હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ દક્ષિણના રાજ્યોને પ્રભાવિત કરતી આ સિસ્ટમ લાંબો સમય સુધી દરિયામાં જ રહે તેવી શક્યતા છે. તારીખ 26 આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. પરંતુ એક્ઝેટ લેન્ડફોલ ક્યારે થશે તે બાબતે હજુ કશું નક્કી કરી શકાય તેવી સ્થિતિમાં હવામાન ખાતું નથી વાવાઝોડાની અસરના કારણે આંધ્ર પ્રદેશ સહિતના દક્ષિણના અનેક રાજ્યોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application