BREAKING NEWS

જામનગર : ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝુપડપટ્ટીના બાળકો સાથે કરી દિવાળી પર્વની ઉજવણી

  • October 21, 2025 01:14 PM 


જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગઇકાલે સાંજે દિવાળી પર્વની ઉજવણી કંઇક અલગ રીતેજ કરી હતી, તેમણે તેની ઓફીસ પાસે આવેલ ઝુપડપટ્ટીના ગરીબ બાળકો તેમજ તેમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી, બધા લોકોની જેમ તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરવાનું વિચાર બદલીને તેમણે ગરીબ બાળકોના જીવનમાં ઉજાષ અને આનંદ લાવવાનો એક અનેરો પ્રયાસ કર્યો હતો. દિવાળી પર્વએ ખુશીઓ અને મીઠાસનો પર્વ છે જે ઘ્યાને રાખી ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગરીબ બાળકોને મીઠાઇ વિતરણ કરી તેમજ તેમને ફટાકડા ફોડાવી તેમના જીવનમાં દિવાળી પર્વે આનંદ લાવવાનો પ્રયાસ કર્યો હતો.



જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ગઈકાલે દિવાળીના પર્વના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો.

​​​​​​​


 ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ગઈકાલે દિવાળીના સાંજના સમયે કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા,પાર્થ કોટડીયા તેમજ તેઓના અન્ય સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અને મિત્ર વર્તુળની સાથે રહીને ગરીબ વસ્તીમાં જઈને નાના નાના ગરીબ બાળકોને મીઠાઈ ફરસાણ ના પેકેટોનું વિતરણ કર્યું હતું, તેમ જ તેઓની સાથે ફટાકડા ફોડીને ગરીબ પરિવારના બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સંવેદનશીલતા જોઈને ગરીબ ઝૂંપડવાસીઓએ દિવ્યેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના શબ્દોથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application