BREAKING NEWS

અમે ફરિયાદ કરીએ તો તપાસ...MLA ગોપાલ ઈટાલિયા મહિલા PIની સામે ઘુંટણીએ પડી હાથ જોડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

  • December 29, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિદ્ધ છેડતી અને એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પીઆઇ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક તબક્કે ધારાસભ્યની રજૂઆત મામલે ઊંચા અવાજે ન કરવાનું ફોજદારે જણાવતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પીઆઈના પગે પડીને રજૂઆત જણાવી આક્રોશ વ્યકત કર્યો હતો. સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હતો. ધારાસભ્ય દ્રારા અપાયેલી ફરિયાદમાં હજુ તપાસ થઈ રહી છે. પરંતુ અન્ય ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસના બેવડા વલણથી ધારાસભ્યએ રોષ વ્યકત કર્યો હતો.


વિસાવદર તાલુકાના માંડાવડ ગામે સરકારી મગફળી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે દાદાગીરી કરી મજૂર પર હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


શું છે સમગ્ર મામલો?

સમગ્ર બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય સાથીદારો માંડાવાડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર નંબર ૩ પર પહોંચ્યા હતા ત્યાં મગફળી તોલવાની સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર થયો હતો. તેમજ હરેશભાઈ સાવલિયા, ભદ્રેશભાઈ અને રવિભાઈ ડોબરીયાએ ત્યાં કામ કરતા મજુર સાથે ઝઘડો કરી માર માર્યો હતો, તેમજ મજુરને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મજૂરની પત્ની સાથે પણ અસભ્ય વર્તન કરી છેડતી કર્યાના ગંભીર આક્ષેપો અંગે ફરિયાદ કરવામાં આવી હતી. 


ધારાસભ્યએ પોલીસના બેવડા વલણથી રોષ ઠાલવ્યો 

જેથી બનનાર શ્રમિકે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્રારા થતી કાર્યવાહી અંગે  વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. સમગ્ર ફરિયાદ મામલે આમ આદમી પાર્ટીના કાર્યાલયથી વિસાવદર પોલીસ સ્ટેશન સુધી આરોપીને હારતોરા કરીને લઈ જવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે છેડતીની ફરિયાદ નોંધાઈ તેમા તપાસ વગર જ ગુનો દાખલ કરવામાં આવ્યો તે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.  ધારાસભ્ય દ્રારા થતી લેખિત ફરિયાદની સામે કોઈ કાર્યવાહી થઈ નથી જે યોગ્ય ન હોવાનું જણાવી ધારાસભ્યએ પોલીસના બેવડા વલણથી રોષ ઠાલવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application