લોધિકામાં નોંધાયેલા દુષ્કર્મ અને પોકસોના કેસમાં દોઢ વર્ષથી નાસતા ફરતા એમ.પી.ના ધાર જિલ્લાના શખસને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ- પોકસોના કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ગોંડલ પાસે આંટાફેરા કરી રહ્યો છે. જે બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપી ધ્યાનસીંગ ઉર્ફે શંકર ભુવનસિંહ ઉર્ફે કે કુસીંગ શિયાળ (રહે બેટા. જી. ધાર, મધ્યપ્રદેશ)ને ગોંડલના ઘોઘાવદર રોડ પર દેવ ટેક્સટાઇલ પાસેથી ઝડપી ગોંડલ સીટી પોલીસ ખાતે સોપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, કોન્સ્ટેબલ રણજીતભાઈ બોરડ, વિજયભાઈ ખડીયા, ભાવેશભાઈ મકવાણા અને વિજયભાઈ સિંહાર સાથે રહ્યા હતા.