‘બ્રાસસીટી’ તરીકે ઓળખાતા જામનગરમાં પિયુષ એન્જીનીયરીંગના નામથી ભાગ્યે જ કોઇ ઉદ્યોગપતિ અજાણ હશે, જામનગરમાં ચાલી રહેલા મેગા ઔદ્યોગિક પ્રદર્શન ’ટેક-ફેસ્ટ-ર૦ર૬’ માં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તથા જી.આઈ.ડી.સી. શેડ એન્ડ પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) ના હોદ્દેદારોએ પિયુષ એન્જીનીયરીંગના સ્ટોલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જામનગરમાં જી.આઈ.ડી.સી. શેડ એન્ડ પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત મેગા ઔદ્યોગિક પ્રદર્શન ’ટેક-ફેસ્ટ-ર૦ર૬’ માં જામનગરના અગ્રણી ઉદ્યોગગૃહ પિયુષ એન્જિનિયરીંગ વર્કસના સ્ટોલે ભારે આકર્ષણ જમાવ્યું છે, જેમાં સાંસદ પૂનમબેન માડમ અને જીઆઇડીસી-દરેડના હોદ્દેદારોનું પિયુષ એન્જીનીયરીંગના સર્વ પરેશભાઇ પાલા, પિયુષભાઇ પાલા અને શિવમભાઇ પાલાએ ભાવભીનું સ્વાગત કર્યું હતું, આ સમયે પાલા પરિવારના સભ્યો પણ સાથે જોડાયા હતા.
જામનગરના પિયુષ એન્જીનીયરીંગ દ્વારા બનાવવામાં આવતી એક્સ્ટ્રુઝન પ્લાન્ટ માટેનો વાયર પોઇન્ટીંગ મશીન, વાયર રોલીંગ મશીન તથા કેબલ કટીંગ મશીન નિહાળીને સાંસદ પૂનમબેન માડમ તેમજ ટેક-ફેસ્ટ-૨૦૨૬ ના આયોજકો-હોદ્દેદારો અભિભૂત થયા હતા અને પિયુષ એન્જીનીયરીંગ પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.
જામનગરમાં પિયુષ એન્જીનીયરીંગ દ્વારા બનાવવામાં આવતાં મશીનો ઓટોમેશન ટેકનોલોજી જેવી કે, સીએનસી, વીએમસી, ટીએમસી, ઈનહાઉસ લેબ, હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા મશીનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ તકે ઉદ્યોગપતિ પરેશભાઈ પાલાએ જણાવ્યું હતું કે, પિયુષ એન્જીનીયરીંગ સમગ્ર ભારતમાં યોજાનારા બેંગ્લોર, દિલ્હી, કોલકાતા જેવા વિવિધ મેગા શહેરોમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શનમાં પણ પિયુષ એન્જીનીયરીંગ ભાગ લઇ રહ્યું છે.
જામનગરમાં બનેલા આ મશીનો હવે સમગ્ર ભારતની બહાર દુનિયાના અનેક દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે, તેમજ હવે પછીના આગામી સમયમાં જર્મનીમાં યોજાનાર ગ્લોબલ એક્ઝીબીશન જર્મનીના હેનોવર શહેરમાં થશે, અને તેમાં પિયુષ એન્જીનીયરીંગ ભાગ લેશે, અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની રહેશે, તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.