BREAKING NEWS

ડિજિટલ એરેસ્ટ રાખી 88.50 લાખની છેતરપિંડીનો એમપીનો આરોપી ઝડપાયો

  • February 05, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિજિટલ ફ્રોડના બનાવો અટકાવવા અને સાયબર ક્રાઇમના ગુનાના ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે રાજકોટ સાયબર સેલ ની ટીમે છ માસ પૂર્વે રાજકોટના નિવૃત્ત સેશન્સ કોર્ટના આસી.ક્લાર્ક ને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી 88.50 લાખની છેતરપીડી ના આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઇમ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના સાધુવાસવાની રોડ પર રહેતા અને નિવૃત્ત સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક દિનેશભાઈ જીવણભાઈ દેલવાડીયા 69 રહે સ્વાગત રેસીડેન્સી વાળાએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યા મુજબ પોતે 2013 ની સાલમાં સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા હોવાનું અને હાલમાં બોલબાલા ટ્રસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપે છે તેમજ ગત તારીખ 8 /7 /2025ના રોજ તેમના મોબાઈલ માં અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી હું ટેલીફોન ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું કહી 10 મિનિટ પછી તમને દિલ્હી ક્રાઈમ બ્રાંચ માંથી સુનિલકુમાર ગૌતમ નો ફોન આવશે તેમની સાથે વાત કરી લેજો એવું કહ્યું હતું અને ફોન કટ કરી નાખ્યો હતો.

ત્યારબાદ બીજો ફોન આવ્યો હતો અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ માંથી બોલું છું અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં સંદીપકુમાર જે આઇસીઆઈસીઆઈ બેંકના મેનેજર હતા તેમની વિરુદ્ધનો ગુનો દાખલ થયેલ છે અને તેમણે ફ્રોડ કરેલ છે અને તે ફ્રોડ નો 10% હિસ્સો તમને મળેલો છે તેવું સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપેલ છે તેમજ સંદીપ કુમારના ઘરમાં રેડ કરતા આઠ મિલિયન રોકડ અને 180 જેટલી અલગ અલગ બેંકની પાસબુક, ડેબિટ કાર્ડ, ચેકબૂકો કબજે કરેલ છે તેવું જણાવ્યું હતું.

જેથી આ કેસમાં તમે પણ હિસ્સેદાર છો અને આખી જિંદગી જેલમાં રહેવું પડશે તેમજ મનીલોડરીંગ અને ડ્રગ કેસમાં તમને ફીટ થઈ જશો તેવી ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલા દિનેશભાઈ દેલવાડીયા એ કોઈને પણ જાણ કરી નહીં ત્યારબાદ તેમના પત્નીના મોબાઇલ વોટ્સએપમાં એક આરોપીને પકડેલ હોય તેવો ફોટો મોકલવામાં આવ્યો હતો અને આ અંગેની કોઈને જાણ કરશો નહીં તેમ કહી તેઓને જણાવેલ કે તમારા બેન્ક એકાઉન્ટમાં 10% વાળી ફ્રોડની રકમ જે આવેલ છે તે જમા કરાવી દો જેથી આઠ લાખ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ થી રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા.

ત્યારબાદ બીજા દિવસે ફરી વોટ્સએપ કોલ આવેલ અને બેંકમાં લોકર છે તેમાં ગોલ્ડ હોય તો આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ગોલ્ડ લોન લઈને નાણા જમા કરાવવાનું કહેતા ફરી આરટીજીએસસી નાણા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને જો તમે નિર્દોષ હશો તો નાણાં તમોને પરત મળી જશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા અને આ બાબતે એક સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ તમારી બધી રકમ પરત શોપી દેવામાં આવશે તેમ કહી 45 દિવસ સુધી ડિજિટલ રેસ્ટ કરી વૃદ્ધ પાસેથી ગોલ્ડ લોન માંથી પણ 27 લાખ રૂપિયાનું આરટીજીએસ કરાવ્યા બાદ અલગ અલગ સમયે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 88.55 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

જે અંગે સાઇબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલની સૂચનાથી પીઆઇ જે એમ કૈલા,પીઆઇ એસડી ગીલવા અને ટીમે ગુનો દાખલ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપી દેવાંશ રૂપે કાનો રાહુલભાઈ જોશી ઉમર 22 રહે દ્રૌપદી નગર દેવાંશ મધ્ય પ્રદેશ વાળાને ઝડપી લીધો હતો.


આરોપીના બેન્ક એકાઉન્ટમાં ફ્રોડના ૮ લાખ જમા થયા હતા

રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક ને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ના નામે ૮૬.૫૦ લાખની છેતરપિંડી ના ગુનામાં કુલ 21 આરોપી સામે ગુના નોંધાયા હતા જે પૈકી ઝડપાયેલો મધ્યપ્રદેશનો દેવાસ ઉર્ફે કાનો રાહુલ જોશીના બેન્ક એકાઉન્ટમાં ફ્રોડ ના આઠ લાખ રૂપિયા જમા થયાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application