BREAKING NEWS

દ્વારકાના ધર્મોત્સવની સાંસદે લીધી મુલાકાત

  • January 22, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર દિવસથી દેવભુમિ દ્વારકા જિલ્લામાં ધારાસભ્ય શિવભકત પબુભા માણેક દ્વારા મહાકુંભનો શુભારંભ કરાયો છે જેમાં ૫૮ કરોડ જાપ, ૨૧ હજાર બ્રાહ્મણો, સંતો-મહંતોની ખાસ ઉપસ્થિતિ સાથે દ્વારકામાં ઇતિહાસ રચાઇ રહ્યો છે.


 ઓખામંડળના ભામાશા સ્વ.વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી વિશ્ર્વશાંતિના શુભ હેતુથી પબુભા માણેક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ૫૦ એકરની જગ્યામાં ભકિત અને ભોજનના મહા સંયોગ સાથે દેવી ભાગવત કથા અને  મહાચંડી યજ્ઞ યોજાઇ રહ્યો છે.

​​​​​​​

 જેમાં નેપાળથી આવેલા ૨૧ હજાર બ્રાહ્મણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે તેમજ મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી માતાજીની કથા યોજાઇ છે જેમાં જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતાં અને કનકેશ્ર્વરી માતાજીના આર્શીવાદ મેળવી કથાનું રસપાન કર્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application