ભારત સરકારના સૂમ, લઘુ અને મધ્યમ ઉધોગ (એમ.એસ.એમ.ઇ.) મંત્રાલયના સચિવ એસ. સી. એલ. દાસ આજી જી.આઈ.ડી.સી. પાસે ૭૪ એકરમાં ફેલાયેલ એન.એસ.આઇ.સી. કેમ્પસ તેમજ રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનના ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
સચિવઆએ એન.ટી.એસ.સી. મુલાકાત દરમ્યાન મિટિંગમાં સ્ટાફ, ઉપલબ્ધ સુવિધાઓ, નાણાકીય બાબતો વિષે માહિતી પી.પી.ટી.નાં માધ્યમથી મેળવી સમીક્ષા કરી હતી. તેઓએ ટેકનિકલ ટેસ્ટિંગ સુવિધાઓના આધુનિકીકરણ, વિવિધ સરકારી સંસ્થાઓ તેમજ ઉધોગો સાથે એમ.ઓ.યુ. કરવા ઉપર ભાર મૂકયો હતો. ઉપરાંત તેમણે ભવિષ્યની યોજનાઓ અને માર્કેટ સીનારિયો અને સ્થાનિક ઉધોગોની જરિયાતો અંગે ઐંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
રાજકોટમાં નેશનલ ટેકનિકલ સર્વિસિસ સેન્ટર() આજી ઔધોગિક વિસ્તાર, જૂના પી.ટી.સી ગ્રાઉન્ડ, ભાવનગર રોડ ખાતે કાર્યરત છે. યાં એન્જિન, મોટર, પંપ, મટીરીયલ ટેસ્ટિંગ માટેની બી.આઇ.એસ. સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબોરેટરી અને વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવતું તાલીમ કેન્દ્ર કાર્યરત છે. આ સેન્ટર દ્રારા સરકાર માન્ય એનર્જી ઓડિટ પણ કરવામાં આવે છે આ મુલાકાતમાં એન.એસ.આઇ.સી. ટેકનિકલ સર્વિસ સેન્ટરના જનરલ મેનેજર અને એમ.ડી.શ્રી ઉપેન્દ્રકુમાર કોહલી, ચીફ મેનેજર પી.આર. ચાગંતી, મોહમ્મદ જાવેદ યુસુફ, રવી પ્રકાશ વાળા, ધર્મેન્દ્ર રાજપૂત, ભારત સરકારના ગુજરાત રાયના એમ.એસ.એમ.ઇ.ના ડેપ્યુટી ડાયરેકટર અને કાર્યાલય પ્રમુખ પી.એમ.સોલંકી, આસિસ્ટન્ટ ડાયરેકટર સ્વાતી અગ્રવાલ, તેમજ સેન્ટરના ઇજનેર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
સચિવ એસ. સી. એલ. દાસે રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનનાં ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર અને કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી, યાં તેમણે કેલીબરેશન લેબ, ટેસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, વિવિધ ટેસ્ટિંગ સુવિધાઓનું નિરીક્ષણ કયુ હતું. તેમજ એસોસિયેશન ના પ્રમુખ સભ્યો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એન્જિનિયરિંગ ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર એ પપં અને ફાઉન્ડ્રી કલસ્ટરનું એક સુવિધા કેન્દ્ર છે. ઉધોગોને સામાન્ય પરીક્ષણ અને રિસર્ચ સુવિધાઓ પૂરી પાડવા અને પરીક્ષણ અને કેલીબરેશન દ્રારા ગુણવત્તા સુધારવા માટે ઉધોગો માટેની લેબ તરીકે સુવિધા આપે છે.
રાજકોટ એસોસિએશન હોદ્દેદારો તેમજ ઉધોગકારોનેઉધમ પોર્ટલમાં રાજકોટ પોર્ટલ પર વધુને વધુ લાભ મળે તે માટે તેમજ રાજકોટમાં અધતન સુવિધાસ કન્વેન્શન સેન્ટર અને અમદાવાદની જેમ રાજકોટમાં પણ એમ.એસ.એમ.ઈ. ભવન બનાવવા રજૂઆત કરી હતી.આ તકે સૌરાષ્ટ્ર્ર વેપાર ઉધોગ મહા મંડળનાશ્રી પરાગ તેજુરા, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ઉપેન મોદી, પ્લાસ્ટિક એસો.ના જે કે પટેલ, ઉધોગપતિ હંસરાજ ગજેરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પાર્થ ગણાત્રા, રાજકોટ એન્જિનિયર એસો.ના વિનુભાઈ પટેલ, ઈ. ઈ.પી.સીના સમીર વૈષ્ણવ અને જિલ્લાના અન્ય અગ્રણી ઉધોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech