BREAKING NEWS

માધાપર ચોકડીએ થર્ટી ફર્સ્ટ પૂર્વે વાહન ચાલકને અટકાવી સરપ્રાઈઝ ચેકીગ

  • December 30, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં આવતી કાલે 31 ડિસેમ્બર ને બાય-બાય કરવા તેમજ 2026ના નવા સાલના આગમન ને વધાવવા શહેરીજનો થનગની રહ્યા છે ત્યારે શહેરમાં નશીલા દ્રવ્યોનું સેવન તેમજ ડ્રિંક્સ કરી નીકળતા વાહન ચાલકોને ઝડપી લેવા શહેર એસઓજી દ્વારા માધાપર ચોકડીએ એફએસએલ વાન સાથે નશીલા દ્રવ્યો નું સેવન કરી વાહન ચલાવતા ચાલકોને પકડવા માટે આધુનિક મશીનરી સાથેની વાન અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ ઝડપાયું ન હતું.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આગામી 31 ડિસેમ્બર સંદર્ભે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બીબી બસીયા દ્વારા થર્ટી ફર્સ્ટ સંદર્ભે ખાસ સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યા હતા.


આ સંદર્ભે શહેર એસઓજી બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ ધ્રાંગુ, પીએસઆઇ એમ.વી. જાડેજા, સહિતની એસઓજી ટીમ તેમજ એફએસએલની વાન સાથેની નસીલા દ્રવ્યોનું સેવન કરતાં તત્વોને ઝડપી લેવા સ્પેશિયલ કીટ સાથે માધાપર ચોકડીએ સાંજે વાહન ચાલકોને અટકાવી આ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકો ને અટકાવી નશીલા દ્રવ્યો નું સેવન કર્યું છે કે કેમ તે અંગે સ્પેશિયલ ડ્રગ્સ ડિરટેકટ કીટ દ્વારા ૨૪ જેટલા વાહન ચાલકોને અટકાવી ચેકિંગ હાથ ધરાયું હતું પરંતુ એકપણ ચાલક નશો કર્યો હોય તેવું મળી આવ્યું ન હતું, થર્ટી ફર્સ્ટ ને એક દિવસની વાર છે ત્યારે શહેર પોલીસ અલગ અલગ વિસ્તારમાં સતત સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખશે તેવું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application