મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોરમાં 34 વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર અને તેને નગ્ન અવસ્થામાં ડાન્સ કરવા માટે મજબૂર કરવા બદલ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશના 19 દિવસ બાદ આ કેસ નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટે પોલીસને મહિલાની ફરિયાદ પર વિચાર કરીને 90 દિવસમાં તેનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે મહિલાએ કનેડિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે કે આરોપીઓ તેને 11 જૂનના રોજ બળજબરીથી એક વેરહાઉસમાં લઈ ગયા હતા જ્યાં ટીવી પર પોર્ન વીડિયો જોયા બાદ તેણે તેની સાથે ગેંગરેપ કર્યો હતો.
મહિલાએ FIR માં એવો પણ આરોપ લગાવ્યો છે કે ઘટના દરમિયાન તેને બેલ્ટથી મારવામાં આવી હતી અને અડધા કલાક સુધી નગ્ન થઈને ડાન્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે મહિલાની ફરિયાદ પર પોલીસે સોમવારે મોડી રાત્રે ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પાંચ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે.
પીડિત મહિલાએ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠમાં અરજી દાખલ કરી હતી કે તેણે 17 જુલાઈના રોજ કનેડિયા પોલીસ સ્ટેશનમાં તેના પર થયેલા કથિત સામૂહિક બળાત્કાર અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
14મી ઓગસ્ટે કોર્ટે કનેડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને મહિલાની ફરિયાદ પર વિચાર કરીને 90 દિવસમાં તેનો નિકાલ કરવા અને યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ પોલીસે મહિલાની ફરિયાદ પર FIR નોંધવામાં વિલંબ કર્યો કારણ કે એક આરોપી શાસક પક્ષ સાથે સંકળાયેલો છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ આ આરોપને નકારી કાઢ્યો હતો. સલુજાએ કહ્યું કે આરોપી કોઈ પણ હોય પીડિતાને ભાજપ સરકારમાં ચોક્કસ ન્યાય મળશે. જોકે, જાણવા મળ્યું છે કે આ કેસમાં બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ડીસીપીનું નિવેદન:
ડીસીપીએ જણાવ્યું હતું કે કેસની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓના નામ જાહેર કર્યા વિના તેમણે કહ્યું કે તપાસમાં મળેલા પુરાવાના આધારે કેસમાં યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech