સિતારા ફેક એકાઉન્ટ જોઇ ચોંકી ઉઠી
સામાન્ય માણસથી લઈને ફિલ્મી કલાકારો સુધી હર કોઈ આ સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુનાં ઘરે પણ આવો જ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે.
મહેશ બાબુની દીકરી પણ બની છે સાયબર ફ્રોડનો શિકાર. તેના નામે નકલી એકાઉન્ટની બની ગયું છે.
દિવસેને દિવસે સાયબર ફ્રોડનાં કેસ વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ફિલ્મી કલાકારો સુધી હર કોઈ આ સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુનાં ઘરે પણ આવો જ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે.
એક સાયબર ગુનેગારે મહેશ બાબુની દીકરી સિતારાનાં નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટને ઘણા લોકોએ ફોલો પણ કર્યું. ત્યારબાદ આ સાયબર ગુનેગારે, આ એકાઉન્ટનાં માધ્યમથી કેટલીક લિન્ક શેર કરી હતી. લિન્ક શેર કરીને કહેવામાં આવ્યું હતું કે આ લિન્ક પર રોકાણ કરો. કેટલા લોકોએ આ લિન્કનાં માધ્યમથી રોકાણ કર્યું હાલ તેની કોઈ માહિતી નથી.
કેવી રીતે નકલી એકાઉન્ટની જાણ થઈ
આ નકલી એકાઉન્ટ વિશે સૌપ્રથમ જાણ સિતારાની માતા નમ્રતા શિરોડકરને થઈ હતી. ત્યારબાદ મહેશ બાબુનાં પ્રોડક્શન હાઉસ GMB એન્ટરટેનમેન્ટે ચેતવણી આપી. પોલીસે જીએમબી એન્ટરટેનમેન્ટ સાથે સંપર્ક કરી સંપૂર્ણ માહિતી મેળવી છે. હાલ આ સાયબર ગુનેગારની તપાસ ચાલી રહી છે.
સોશિયલ મિડીયા પર કલાકારોનાં નામે ઘણા નકલી એકાઉન્ટ છે. ઘણીવાર લોકો આ એકાઉન્ટને ફોલો કરી બેસે છે અને ત્યારબાદ સાયબર ફ્રોડનો શિકાર બની જાય છે. આ એકાઉન્ટ સાચું છે કે નકલી, તેની ઓળખ કરવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech