અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી: શારજાહથી આવેલા દંપતી પાસેથી રૂ.31 લાખનું સોનું અને સામાન જપ્ત
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી: શારજાહથી આવેલા દંપતી પાસેથી રૂ.31 લાખનું સોનું અને સામાન જપ્ત
August 16, 2026 08:55 PM
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ગેરકાયદેસર રીતે સોનાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. શારજાહથી ફ્લાઇટમાં આવેલા એક પતિ-પત્ની પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે રૂ. 31 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી તપાસ દરમિયાન આ દંપતી પાસેથી કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂ. 28 લાખ હોવાનું સામે આવ્યું છે.
સોનું સંતાડવાની અનોખી રીત પકડાઈ તપાસમાં ખુલાસો થયો છે કે કસ્ટમ્સની નજરથી બચવા માટે મહિલાએ સોનાની કેટલીક વસ્તુઓ શરીર પર પહેરી રાખી હતી, જ્યારે બાકીનું સોનું પર્સની અંદર અત્યંત ચાલાકીથી સંતાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓએ તેમની બેગમાંથી બે લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે.
કસ્ટમ્સ વિભાગે આ મામલે ગુનો નોંધીને દંપતીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોને આપવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.