રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ઈન્ડિયન બેંકના સ્ટોંગ રૂમ માંથી અંદાજે એક કરોડની કિંમતનુ સોનુ ગાયબ થવાના ત્રણ માસ પુર્વના પ્રકરણમાં પોલીસની બેદરકારી અને ગુનો ન નોધી માત્ર અરજી લીધાના આક્ષેપો થયા છે,પરંતુ એડવીઝન પોલીસ દ્રારા બેંકના મેનેજર સહીતના કર્મચારીઓની પુછતાછ કરી સાત કર્મચારીઓ સામે આગામી મહિને ગાંધીનગર ખાતે ફોરેન્સીક લેબ ખાતે લાઈવ ડિટેક્ટ ટેસ્ટ ની મોટી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર સોનુ ગીરવે મુકી લોન લેનારા લોકોનુ બેંકના સ્ટ્રોગ રૂમમાંથી એક કરોડના સોનુ છ માસ પુર્વે અચાનક ગાયબ થઈ ગયાની ફરીયાદ કરી હતી. જે મામલે પોલીસે બેક કર્મચારીઓની પુછતાછ કરી હતી, પરંતુ જે અરજદારોનું સોનુ ગુમ થયું છે તેઓને સાંભળવામાં નહીં આવ્યા ના અને ગુનો દાખલન કરી માત્ર જાણવા જોગ લીધાના આક્ષેપો મીડિયા સુધી પહોંચ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની જાણ થતા ડીસીપી રાકેશ દેસાઈએ ગુનાની ગંભીરતાને ધ્યાને લીધા બાદ આજકાલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે પોલીસની બેદરકારી ના આક્ષેપો પાયા વીહોણા છે પોલીસે અરજી નહી જાણવા જોગ નોંધના આધારે કાર્યવાહી હાથ ધરીજ છે એટલું જ નહીં આ કેસમાં લાઈવ ડીટેકટ ટેસ્ટ માટે એફ એસએલ માંથી મંજુરી માંગવામાં આવી હતી.
જેમાં બેકના ૭ કર્મચારીઓને ગાંધીનગર ખાતે તા.૨૭ જાન્યુઆરી થી ૧૦ દિવસ ફોરેન્સિક ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને એફએસએલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.