ગુજરાતના વહીવટી અને મહેસૂલ તંત્રમાં સરકારે સપ્તાહની શરૂઆતમાં જ એક બહુ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાને વધુ મજબૂત અને વેગવંતી બનાવવા માટે મોટા પાયે પ્રમોશન અને બદલીના આદેશો જારી કર્યા છે, જેનાથી મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી ક્ષેત્રે એક સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ માળખાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી સરકાર દ્વારા ૫૨ જેટલા ડેપ્યુટી કલેક્ટરોને પ્રમોશન (બઢતી) આપવામાં આવી છે, જ્યારે ૧૬ જેટલા એડિશનલ કલેક્ટર કક્ષાના વરિષ્ઠ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. સરકારના આ સામૂહિક બદલી અને પ્રમોશનના પગલાથી વહીવટી આલમમાં ભારે સળવળાટ શરૂ થઈ ગયો છે.