મેટા સામે ૨૯ રાજયોની મોટી કાનૂની લડત દડં ૧.૪ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી શકે
મેટા સામે ૨૯ રાજયોની મોટી કાનૂની લડત દડં ૧.૪ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી શકે
August 19, 2026 11:47 AM
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા સામે અમેરિકાના ૨૯ રાયોની અત્યતં મહત્ત્વની કાનૂની લડત શ થઈ છે. મેટા પર આરોપ મૂકાયો છે કે તેણે બાળકો અને કિશોરો વધુમાં વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે અને ધીમે ધીમે તેના વ્યસની બને તેવી રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કેટલીક સુવિધાઓ જાણીજોઈને તૈયાર કરી હતી. કેસમાં મેટાને દોષિત ઠેરવવામાં આવે તો કંપની પરનો દડં સૈદ્ધાંતિક રીતે ૧.૪ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જોકે આ મહત્તમ આંકડો મેટાએ અદાલતી દસ્તાવેજોમાં રજૂ કરેલી ગણતરી છે અને રાયોના વકીલોએ લગભગ ૨૦૦ અબજ ડોલરનો આંકડો વધુ સંભવિત ગણાવ્યો છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડની ફેડરલ કોર્ટમાં આ કેસની સુનાવણી શ થઈ છે. કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટકી અને ન્યૂ જર્સી કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે, યારે કુલ ૨૯ રાયો મેટા સામેના સંઘીય દાવામાં જોડાયેલા છે. કેસની સુનાવણી અમેરિકી જિલ્લા ન્યાયાધીશ યવોન ગોન્ઝાલેઝ રોજર્સ સમક્ષ થઈ રહી છે. રાયોનો મુખ્ય આરોપ છે કે મેટાએ બાળકો અને કિશોરોની માનસિક નબળાઈઓનો ઉપયોગ કરીને તેમને પોતાના પ્લેટફોર્મ પર લાંબો સમય રોકી રાખતી સુવિધાઓ વિકસાવી હતી. સતત ચાલતું ઇન્ફિનિટ સ્ક્રોલ, લાઇકસ, ઓટોપ્લે વીડિયો અને વપરાશકર્તાને વારંવાર એપ ખોલવા પ્રેરતી વિવિધ સુવિધાઓ સામે સવાલ ઊભા કરવામાં આવ્યા છે. રાયો ઇચ્છે છે કે બાળકો માટે ઉંમર સંબંધિત વધુ કડક નિયંત્રણો મૂકવામાં આવે અને વ્યસન વધારતી ગણાતી કેટલીક ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે. આ ઉપરાંત મેટા સામે બાળકોની ખાનગી માહિતી અંગે પણ ગંભીર આરોપ છે. રાયોનો દાવો છે કે કંપનીને જાણ હતી કે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યાં છે, છતાં કેટલીક પરિસ્થિતિમાં માતા–પિતાની મંજૂરી વગર તેમની માહિતી એકત્ર કરવામાં આવી. આ બાબતે અમેરિકાના ચિલ્ડ્રન્સ આનલાઇન પ્રાઇવસી પ્રોટેકશન એકટના ભંગનો આરોપ મૂકાયો છે.મુકદ્દમાની શઆત ૨૦૨૩માં અનેક અમેરિકી રાયોએ મેટા સામે કરેલી કાર્યવાહીમાં થઈ હતી. બાળકો અને કિશોરો પર સોશિયલ મીડિયાની અસર અંગે લાંબી તપાસ બાદ રાયો અદાલતમાં ગયા હતા. હવે કેસ દરમિયાન મેટાના આંતરિક દસ્તાવેજો અને ભૂતપૂર્વ કર્મચારીઓની જુબાની મહત્ત્વની બની શકે છે.